રાખી સાવંતે તનુશ્રી દત્તાને લઇને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

News18 Gujarati
Updated: September 30, 2018, 3:31 PM IST
રાખી સાવંતે તનુશ્રી દત્તાને લઇને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
અભિનેત્રી તનુશ્રી દત્તાના વિવાદ પર રાખી સાવંતે પ્રતિક્રીયા આપી છે.

  • Share this:
બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી તનુશ્રી દત્તાએ તાજેતરમાં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ' ના સેટ પર શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર તેમની સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ બોલિવૂડ સિતારાઓઆ વિવાદ પર સતત તેમની પ્રતિક્રીયા આપી રહ્યા છે અને તેનો પક્ષ આપતા જોવા મળી રહ્યા છે. રાખી સાવંતે ખુદ આ મામલે પ્રતિભાવ આપ્યો છે.

રાખીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે તેમણે તનુશ્રીને ફિલ્મના એક સોંગમાં રિપ્લેસ કર્યુ હતુ. રાખી કહે છે કે તનુશ્રી જ્યારે શૂટિંગ વચ્ચે જ છોડી દીધુ તો મારી પાસે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો ફોન આવ્યો હતો. તેમણે મને ફોન પર બસ એટલુ જણાવ્યું કે સેટ પર આવો સોંગ શૂટ કરવાનું છે. ત્યારબાદ નાનાનો પણ ફોન આવ્યો અને હું સેટ પર પહોંચી ગઇ.

રાખીએ તેમની વાત આગળ વધારતા કહ્યુ કે સેટ પર પહોચ્યા બાદ રાખીને ખબર પડી કે આ સોંગ તનુશ્રીનું હતુ જે હવે તેને મળ્યુ છે. રાખી કહ્યુ કે તે સમયે ડેઝી શાહ ગણેશ આચાર્યની આસિસ્ટન્ટ હતી અને તેમણે મને વાત કરી તે ખુદ તનુશ્રીને બોલાવવા માટે 10 વખત ગઇ હતી પરંતુ તેમણે દરવાજો ન ખોલ્યો.

સેટ પર જ્યારે મારી મુલાકાત નાના પટેકર સાથે થઇ ત્યારે તેઓએ મને કહ્યું, 'તુ ગમે તેમ આ બધું સંભાળી લો, કારણ કે આટલો મોટો સેટ લાગેલો છે, 100 થી વધારે ડાન્સર છે. પ્રોડ્યુસરના પૈસા લાગ્યાં છે, તે મરી જશે. રાખીએ આગળ કહ્યું કે '' આટલું સાંભળ્યા બાદ તે પોતે તનુશ્રી બોલાવવા ગઇ હતી પરંતુ તે ન આવી. ફરી મે તેમના વાળ ડ્રેસર અને મેકઅપની આર્ટિસ્ટનને ફોન કર્યો અને તે સમયે મને ખાસ કારણની ખબર પડી. રાખીએ આ મોટો ખુલાસો કરતા કહ્યું કે '' તે દિવસે તનુશ્રી ડ્રગ્શના નશામાં 4 કલાકથી બેહોળ પડી હતી. પરંતુ તનુશ્રી આજે મોટી - મોટી વાતો કરે છે પરંતુ આજે હું તેમની હકીકત તમામને કહીશ.

 
First published: September 30, 2018, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading