Home /News /entertainment /

Video: રસ્તા પર કચરો જોઈને રાખી સાવંતનો ગયો પિત્તો, પાવડો લઈ ખુદ કરી સફાઈ

Video: રસ્તા પર કચરો જોઈને રાખી સાવંતનો ગયો પિત્તો, પાવડો લઈ ખુદ કરી સફાઈ

રસ્તા પર કચરો જોઈને રાખી સાવંતનો ગયો પિત્તો, અને પછી...

Rakhi Sawant cleaning road video: રાખી સાવંતની સફાઈનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રસ્તા પર પડેલા કચરાના ઢગલાને સાફ કરતી જોવા મળે છે. સફાઈ કરતાં કરતાં રાખી સાવંત આ શું બોલી ગઈ? જુઓ વિડિયો

    રાખી સાવંતે (Rakhi Sawant) તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં તે હાથમાં પાવડો લઈને ઊભી છે અને રસ્તાના કિનારે પડેલો કચરો ઉપાડવાની તૈયારી કરી રહી છે. રાખી પોતાના જિમની બહાર રોડ પર પથરાયેલા કચરાને જોઈને ખૂબ જ પરેશાન દેખાતી હતી. રાખીએ તેને જાતે સાફ કરવાનું નક્કી કર્યું અને તે પાવડો લઈને ચાલતી જોવા મળી. તેણે ત્યાં ઉભેલા કેટલાક લોકોને BMC કામદારો વિશે પૂછ્યું અને કહ્યું, 'BMC વર્કરોએ રસ્તો કેમ સાફ ન કર્યો? શું તેઓ પાર્ટી કરી રહ્યા છે?'

    રાખી સાવંતની સફાઈનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક વાયરલ વીડિયોમાં રાખીને કહેતી જોઈ શકાય છે, “સાથીઓ સાથ આપજો, એકલો માણસ થાકી જશે, સાથે મળીને કચરો ઉપાડશો. મિત્રો, હું આજે જીમમાં આવી છું. અને મેં જોયું છે કે સરકારે આવા સુંદર રસ્તાઓ બનાવ્યા છે, સરકાર કહે છે કે સારા દિવસો (અચ્છે દિન) આવ્યા છે. પણ અહીં જુઓ, કેટલા સારા દિવસ છે."

    આ પણ વાંચો: Lauren Gottlieb Photos : લંડનના રસ્તા પર ફરતી જોવા મળી લોરેન ગોટલીબ, તેના પર્સની કિંમત જાણીને ચોંકી ઉઠ્યા લોકો

    રાખી સાવંત રસ્તાના કિનારે પડેલો કચરો બતાવતી જોવા મળે છે. પછી તે એક ચોકીદારને બોલાવે છે અને સમજાવે છે કે આવા કચરાને કારણે ત્યાં કાદવ થશે અને પછી ડેન્ગ્યુ-મેલેરિયા થશે. મચ્છર આવીને કરડશે, તે જોશે નહીં કે અમીર છે કે ગરીબ. કોણ બીમાર હશે? આ BMCના લોકોએ તેને ઉપાડીને દૂર કેમ ન કર્યો. શું BMCના લોકો ગાડી લઈને પાર્ટી સેલિબ્રેટ કરે છે?










    View this post on Instagram






    A post shared by Viral Bhayani (@viralbhayani)






    આ પણ વાંચો: શરીર પર પાવડરનો વધુ પડતો ઉપયોગ કરવાથી થાય છે કેન્સર થવાનું જોખમ, જાણો કારણ

    આ પછી રાખી સાવંત કચરો ઉપાડવાનું શરૂ કરે છે અને આસપાસ હાજર લોકોને કચરો એકઠો કરવામાં મદદ કરવા કહે છે. રાખીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી એક ઓટો ડ્રાઈવરને ભગાડતી જોવા મળી રહી છે. તે તેમને કહે છે, “અહીં કોઈ તમાશા નથી થતું. અહીં ભીડ ન કરો…. અમારું કામ છે સારું કામ કરવાનું"
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Entertainment news, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन