એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત બાદ આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે. આ મામલે અત્યાર સુધીમાં NCB બોલિવૂડનાં ઘણાં સિતારાઓને ત્યાં રેડ પાડી ચૂકી છે. મુંબઇમાં ઘણી જગ્યાઓ પર છાપેમારી કરી ચૂકી છે. ડ્રગ્સ કેસમાં હાલમાં જ NCBએ કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેનાં પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ની ધરપકડ કરી છે. જેનાં પર રાખી સાંવત (Rakhi Sawant)એ પ્રતિક્રિયા આપી છે.
રાખી સાવંતે ભારતી સિંહની ધરપકડ પર જે વાત કરી છે તેનાં કારણે રાખીનાં વખાણ થઇ રહ્યાં છે. રાખીએ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ પર સવાલ ઉઠાવ્યાં છે અને મોટી વાત કરી છે. તેણે કહ્યું કે, આખરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં લોકોનાં નામ જ ડ્રગ્સ કેસમાં સામે કેમ આવી રહ્યાં છે. કોઇ નેતા કે મંત્રીનાં દીકરાઓનાં નામ સામે કેમ નથી આવી રહ્યાં..
રાખીએ કહ્યું કે, તેને શંકા છે કે, ભારતી અને હર્ષને ફસાવવામાં આવી રહ્યાં છે. રાખીનાં મુજબ, તેને હજુ આ વાત પર વિશ્વાસ નથી કે ભારતી અને હર્ષની સાથે આવું કંઇ થઇ રહ્યું છે. ભારતી નંબર 1 કોમેડિયન છે. ઇન્ડસ્ટ્રી અને દેશમાં તેની ઇજ્જત છે. આખરે તેણે આ આરોપો કેવી રીતે માની લીધા. આ વાત પર રાખીને વિશ્વાસ નથી થઇ રહ્યો.
આ પણ વાંચો- સાઉથ એક્ટ્રેસ સામંથા હાલમાં છે માલદીવ્સમાં... શેર કરી ગ્લેમરસ તસવીરો
આપને જણાવી દઇએ કે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનાં અંધેરી સ્થિત ઘરેથી NCBએ દરોડા દરમિાયન 86 ગ્રામ ગાંજો મેળવ્યો હતો.
Published by:Margi Pandya
First published:November 27, 2020, 10:09 am