Home /News /entertainment /Vidoe: 'ભાગી ગયાં સાસુ-સસરા, આદિલ પણ નીકળ્યો...' રાખીનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો!
Vidoe: 'ભાગી ગયાં સાસુ-સસરા, આદિલ પણ નીકળ્યો...' રાખીનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો!
રાખીના ચોંકાવનારા આરોપો...
રાખી સાવંત અને તેનો પતિ આદિલ દુર્રાની હાલ સતત ચર્ચામાં છે. રાખી સાવંતનો એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણી કહી રહી છે કે તેના સાસુ-સસરા ભાગી ગયાં છે.
ડ્રામા ક્વિન રાખી સાવંતની લાઈફમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આદિલ દુર્રાની જેલની હવા ખાઈ રહ્યો છે તો રાખી સાવંત આદિલને પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ બધી બબાલ વચચે રાખી સાવંત આદિલના ઘરે એટલે તેની સાસરી પહોંચી હતી. રાખીએ સાસરીમાંથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણી કહી રહી છે કે, તેના આવવાની ખબર જાણીને તેના સાસુ-સસરા ભાગી ગયા છે. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સાડી પહેરીને સાસરીમાં પહોંચી રાખી
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી સાવંત ડાર્ક ગ્રીન રંગની સાડી અને તેના પર બ્રાઉન રંગનું લાંબુ શ્રગ પહેરીને મૈસુરમાં આદિલના ઘરે પહોંચી હતી. આ વીડિયોમાં રાખી સાવંત પૈપરાઝીને કહી રહી છે કે 'આ મરાા સાસુ-સસરાનું ઘર છે. હું તેમને મળવા આવી છું.'
રાખી સાવંત જેવી ઘરના મુખ્ય દરવાજા પર પહોંચે છે તે તેણીને ઘરે મોટું તાળું દરવાજે લટકતું જોવા મળે છે. રાખી સાવંત કેમેરા સામે કહી રહી છે કે, 'હું મારા સાસુ સસરાને મળવા આવી છું પરંતુ ઘર પર તાળું લાગેલું છે. સવારે મેં તેમને કૉલ કર્યો હતો. તેમણે મને ખૂબ જ ઠપકો આપ્યો અને દેખો હવે મારા સાસુ-સસરા તાળુ લગાવીને ભાગી ગયાં છે.'
આ સિવાય રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત કારમાં બેસીને રડતી જોવા મળી રહી છે. તેમજ તેની પાસે એક મહિલા બેઠેલી છે. રાખી સાવંત વીડિયોમાં કહી રહી છે કે- 'મને નહતી ખબર કે તે એક ડ્રાઈવર છે અને મૈસુરની ઝૂંપડપટ્ટીમાં રહે છે. હવે અબ્બાસજીનો કૉલ આવ્યો તો તેમણે કહ્યુ કે તે તેમનો ડ્રાઈવર હતો.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર