Home /News /entertainment /

VIDEO: રાખી સાવંત થઇ પ્રેગ્નેન્ટ? બોલી- 'પાપીઓને સુધારવા જન્મ લેશે મારો બાહુબલી'

VIDEO: રાખી સાવંત થઇ પ્રેગ્નેન્ટ? બોલી- 'પાપીઓને સુધારવા જન્મ લેશે મારો બાહુબલી'

રાખી સાવંતે તેનાં પેટ પર બે બલૂન લાગવીને રોડ પર પ્રેગ્નેન્સીનો ડ્રામા કર્યો (Photo Credit: Instagram @rakhisawant2511)

જો આપ રાખી સાવંત (Rakhi Sawant)નો લેટેસ્ટ વીડિયો જોસો તો આપ સમજી જશો કે રાખી સાવંતને 'ડ્રામા ક્વિન' એમ જ નથી કહેવામાં આવતી. તેનાં કામ જ એવાં હોય છે કે કોઇપણ તેને આ જ નામથી બોલાવે. હાલમાં રાખીએ તેનો નવો બોયફ્રેન્ડ બનાવ્યો છે. આ વચ્ચે રાખીનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યોછે. જેમાં તે ઘણી જ અજીબ લાગી રહી છે. તેણે તેની ટી-શર્ટમાં કંઇક ભરેલું છે અને આ જોઇને યૂઝર્સ હસી હસીને ગાંડા થઇ રહ્યાં છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાખી સાવંત (Rakhi Sawant) ઘણી વખત સોશિયટલ મીડિયામાં તેની અજીબોગરીબ હરકતને કારણે ચ્રાચમાંર હે છે. હાલમાં જ રાખી તેનાં નવાં બોયફ્રેન્ડ બનાવ્યો છે. હવે રાખી સાવંતનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વયારલ થઇ રહ્યો છે. જે ખુબજ અજીબ લાગે છે. આ વીડિયોમાં તેણે તેનાં પેટ પર ફુગ્ગા લગાવ્યાં હતાં. જેને જોઇ યૂઝર્સ હસી હસીને લોટપોટ થઇ ગયા હતાં.

    જો આપ રાખી સાવંત (Rakhi Sawant)નો લેટેસ્ટ વીડિયો જોસો તો આપ સમજી જશો કે રાખી સાવંતને 'ડ્રામા ક્વિન' એમ જ નથી કહેવામાં આવતી. તેનાં કામ જ એવાં હોય છે કે કોઇપણ તેને આ જ નામથી બોલાવે. હાલમાં રાખીએ તેનો નવો બોયફ્રેન્ડ બનાવ્યો છે. આ વચ્ચે રાખીનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યોછે. જેમાં તે ઘણી જ અજીબ લાગી રહી છે. તેણે તેની ટી-શર્ટમાં કંઇક ભરેલું છે અને આ જોઇને યૂઝર્સ હસી હસીને ગાંડા થઇ રહ્યાં છે.

    વીડિયોમાં જોઇ શકાય છે કે, રાખી સાવંતે તેનાં પેટ પર બે ફુગ્ગા લગાવી રાખ્યાં છે. જેનાં કારણે પેટનો ઉભાર નજર આવે છે. જે બાદ તે તેની ડ્રામેબાજી શરૂ કરે છે. આ સાથે જ તે ત્યાં ઉભા રહેલાં લોકોને કહે છે કે, 'મને ભગવાને કહ્યું કે, હું એક એવાં મસીહાને, એક એવાં પેગમ્બરને જન્મ આપીશ જે એવાં લોકોને.. જે પાપ કરે છે.. આટલું બોલ્યા બાદ તે બાજુમાં ઉભેલાં લોકો તરફ ઇશારા કરીને કહે છે.. આવા લોકો, જે કેટલું પાપ કરે છે.. તેમને સુધારવા માટે મારું બાળક આવવાનું છે.'




    રાખીએ કહ્યું- 'મારો બાહુબલી આવશે..'
    તેની આ અતરંગી વાતોમાં સાથ આપતાં તેની નજીક ઉભેલો વ્યક્તિ પુછે છે કે 'શું બાહુબલી આવવાનો છે.' તેનાં પર રાખી સાવંત જોર જોરથી બુમો પાડીને કહે છે, 'હા, બાહુબલી આવશે. બહુ જલ્દી આવશે. આવા પાપી લોકોને સુધારવા માટે મારો બાહુબલી જલ્દી જ આવવાનો છે.' રાખીની આ હરકતથી ત્યાં હાજર લોકોનું હસવાનું રોકાતું ન હતું. જે બાદ રાખી સાવંતની સાથે હાજર વ્યક્તિ તેનાં પેટ પર બાંધેલાં ફુગ્ગા કાઢીને તેની ડ્રામેબાજીનો ભાંડો ફોડી નાંખી છે. આ જોઇ ત્યાં હાજર લોકો જોર જોરથી હસવાં લાગ્યા હતાં.

    આ પણ વાંચો- લગ્ન બાદ પતિ સંગ્રામ સિંહ સાથે મહાદેવના મંદિર પહોંચી પાયલ રોહતગી, તાજમહેલની લીધી મુલાકાત

    આ વીડિયો બોલિવૂડના પાપારાઝી વિરલ ભાયાનીએ શેર કર્યો છે. તમારે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ વાંચવી જોઈએ. આ પહેલા રાખી સાવંતે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં તે હાથમાં પાવડો લઈને ઉભી છે અને રસ્તાના કિનારે પડેલો કચરો ઉપાડવાની તૈયારી કરી રહી છે. આ પછી રાખી સાવંત કચરો ઉપાડવાનું શરૂ કરે છે અને આસપાસ હાજર લોકોને કચરો એકઠો કરવામાં મદદ કરવા કહે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Instagram, Rakhi sawant, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन