નિશાનાં માથેથી વહેતું લોહી જોઇ રડી પડી Rakhi Sawant, બોલી- 'મારો તો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો'

રાખીએ કરી નિશા અને કરન પર વાત

રાખીએ આ મુદ્દે મીડિયા સાથે વાત કરી છે. તેણે કહ્યું કે, તેનો તો લગ્ન પરથી જ વિશ્વાસ ઉઠી ગયો છે. રાખી અનુસાર, તેને તે વિશ્વાસ જ નથી રહ્યો કે, કરન મેહરા તેની પત્ની સાથે આવો વ્યવહાર કરી શકે છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની પ્રખ્યાત જોડી નિશા રાવલ (Nisha Rawal) અને કરન મેહરા (Karan Mehra) વચ્ચેની બબાલ જાહેર થયા બાદ સૌ કોઇ હચમચી ગયા છે. કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે નિશા અને કરન મેહરાનાં સંબંધો આવા વળાંક પર આવી ગયા છે. નિશાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. જેમાં તેનાં માથેથી લોહી વહી રહ્યું છે. આ તસવીર જોઇ સૌ કોઇ તેનાં અંગે વાત કરી રહ્યાં છે તેનાં ખબર અંતર પૂછી રહ્યાં છે. રાખી સાવંત (Rakhi Sawant) પણ આ લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે. રાખીએ આ મુદ્દે મીડિયા સાથે વાત કરી છે. તેણે કહ્યું કે, તેનો તો લગ્ન પરથી જ વિશ્વાસ ઉઠી ગયો છે. રાખી અનુસાર, તેને તે વિશ્વાસ જ નથી રહ્યો કે, કરન મેહરા તેની પત્ની સાથે આવો વ્યવહાર કરી શકે છે

  રાખી કહે છે કે, 'હવે મારો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.. મારો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જે બંને એક બીજાનાં પ્રેમની કસમ ખાતા હતાં. જેઓ જીવવા મરવાની કસમ ખાતા હતાં. એકબીજાને આટલો પ્રેમ કરતાં હતાં. ઓહ માય ગોડ.. જો તેમનાં સંબંધ તુટી શકે તો દુનિયામાં કોઇનો પણ સંબંધ તુટી શકે છે.'
  ટીવી જગતની વધુ એક સુંદર જોડી તુટવાની તૈયારીમાં છે. ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ( Yeh Rishta Kya Kehlata Hai)માં નૈતિક સિંઘાનિયા (Naitik Singhania)નો રોલ અદા કરી ઘર ઘરમાં પ્રખ્યાત થનારા કરન મેહરા (Karan Mehra)ની મુંબઇ પોલીસે ધરપકડ (Arrested by Mumbai Police) કરી લીધી છે. કરનની પત્ની નિશા રાવલ (Nisha Rawal)ની સાથે મારઝૂડ કરવાનો આરોપ છે. જોકે, કરનને કોર્ટમાં રજૂ થયા બાદ જામીન (Bail) મળી ગઇ છે. પણ કરન અને નિશાનાં લગ્ન જીવનમાં આવેલાં આ વિવાદથી તેનાં ફેન્સ આધાતમાં છે.
  Published by:Margi Pandya
  First published: