Home /News /entertainment /રાખી સાવંતનું નવું નાટક: નમાઝ પઢી અને VIDEO શેર કર્યો, ટ્રોલર્સે લીધી આડે હાથ

રાખી સાવંતનું નવું નાટક: નમાઝ પઢી અને VIDEO શેર કર્યો, ટ્રોલર્સે લીધી આડે હાથ

રાખી સાવંત હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

Rakhi Sawant latest video: રાખી સાવંત કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જો કે આ વખતે રાખી સાવંત નમાઝ પઢવાના વિડીયોને લઇને ખૂબ ટ્રોલ થઇ છે. જોઇ લો તમે પણ રાખીનો આ લેટેસ્ટ વિડીયો.

મુંબઇ: રાખી સાવંત (Rakhi Sawant)  ફરી એક વાર ચર્ચામાં આવી છે. રાખી સાવંતને દિવસેને દિવસે હંમેશા કંઇક એવું નવું કામ કરતી હોય છે જેના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આવી જ એક વાત છે..રાખ સાવંતે આ વખતે નમાઝ પઢતા ટ્રોલર્સે આડે હાથ લીધી છે. જો કે થોડા દિવસો પહેલાં પતિ આદિલ ખાન પર અનેક પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે. રાખી પોતાને ન્યાય મળે એ માટે સતત પોલિસ સ્ટેશન અને કોર્ટના ચક્કર મારી રહી છે. આ માટે રાખી સતત પોતાના વિડીયો સોશિયલ મિડીયા એકાઉન્ટ પર શેર કરતી રહી છે. આ સાથે જ અનેક પ્રકારની અપડેટ પણ આપતી હોય છે.

આ પણ વાંચો:તારક મહેતા..પછી આટલી બદલાઇ ગઇ દયા

આ સાથે જ રાખી સાવંતે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એ નમાઝ પઢતી જોવા મળી રહી છે. રાખી સાવંત આ વિડીયોમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. એને કાળા સ્કાર્ફથી માથુ ઢાંક્યુ છે. રાખી એના બેડરૂમમાં છે અને નમાઝ પઢી રહી છે.

નોંધનીય છે કે, રાખી આદિલ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી ચુકી છે. રાખી આ વિડીયોને લઇને ટ્રોલ થઇ છે. લોકો એના નમાઝ પઢવાની વાત પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. નમાઝ દરમિયાન એના મેક અપ અને નેઇલ પેઇન્ટને લઇને લોકોએ નિશાન સાધ્યું છે.




રાખી સાવંતના નમાઝ પઢતા આ વિડીયો પર એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ કે..’નેલ પેન્ટ લગાવીને નમાઝ પઢવામાં આવતી નથી. સાચી રીતે નમાઝ પઢો તો સારું લાગે.’ આ સાથે જ બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ‘નખ પોલિશ કરીને કોણ નમાઝ પઢે છે?’ આ સાથે જ બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ‘બહેન ચોખ્ખુ તારા પરથી ખબર પડી રહી છે કે આ ખાલી દેખાડો છે.’ આ સાથે જ એક યુઝર્સે લખ્યુ છે કે..’ઇબાદત ખુદા માટે કરવામાં આવે છે..લાઇક્સ અને કોમેન્ટ માટે નહીં’.

આ પણ વાંચો:કિઆરા-સિદ્ધાર્થે શેર કરી સંગીત સેરેમનીની આ તસવીરો

ઉલ્લેખનીય છે કે, ઘણી વાર રાખી સાવંત ટૂંકા કપડાને લઇને ચર્ચામાં રહે છે તો અનેક વાર કોઇને કોઇ નવા વિડીયો મુકીને ટ્રોલ થતી હોય છે.
First published:

Tags: Rakhi sawant, Rakhi Sawant Video, મનોરંજન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો