રાખી સાવંતની માતાનું હોસ્પિટલમાં સિસ્ટર્સ રાખી રહી છે ધ્યાન, ભાવૂક કરતો VIDEO આવ્યો સામે

રાખી સાવંતની માતાનું હોસ્પિટલમાં સિસ્ટર્સ રાખી રહી છે ધ્યાન, ભાવૂક કરતો VIDEO આવ્યો સામે
રાખી સાવંતે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

રાખી સાવંત (Rakhi Sawant)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની માતા બેડ પર સુતી નજર આવે છે. હોસ્પિટલની ચાર નર્સીસ તેની માતાની પાસે ઉભેલી નજર આવે છે. તે નર્સીસ રાકીની માતાથી વાત કરી રહી છે. તે તેમને વિશ્વાસ અપાવી રહી છે કે, તેઓ જલ્દી જ સ્વસ્થ થઇ જશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)ની આઇટમ ગર્લ એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant) હાલમાં ઘણી જ પરેશાન છે. તેની માતા કેન્સર સામે જંગ લડી રહી છે. તે ઘણાં દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની કીમોથેરપી ચાલી રહી છે. રાખી દિવસ રાત માતાની સેવામાં લાગી છે. સોશિયલ મીડિયા પર તેમનાં ઘણાં વીડિયો સામે આવી રહ્યાં છે. રાખી તેમનું ઘણી સારી રીતે ધ્યાન રાખી રહી છે. એવામાં રાખીએ હોસ્પિટલથી તેની માતાની સાથે એક ખુબજ ઇમોશનલ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે જણાવે છે કે, કેવી રીતે સિસ્ટર્સ (નર્સિસ) તેની માતાનું ધ્યાન રાખી રહી છે.

  બિગ બોસ 14 (Bigg Boss)નાં ઘરની બહાર આવ્યાં બાદ રાખી સાવંત (Rakhi Sawant) ફરી એક વખત તેનાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક્ટિવ થઇ ગઇ છે. તેની મમ્મી ગંભીર બીમારીથી પિડાઇ રહી છે. રાખીની માતાની સેવા માટે હોસ્પિટલની સિસ્ટર્સ દિવસ રાત લાગેલી છે. તે ફક્ત સેવા જ નહીં પણ દુઆઓ પણ કરી રહી છે કે રાખીની માતા જલદી જ ઠીક થઇ જાય. રાખીએ આ વીડિયોમાં તમામ સિસ્ટર્સનો આભાર માન્યો હતો.

  રાખી સાવંતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની માતા બેડ પર સુતી છે અને હોસ્પિટલની ચાર નર્સીસ તેની માતાની આજુબાજુ ઉભી છે. આ નર્સીસ રાખીની માતા સાથે વાત કરી રહી છે. તેઓ તેને વિશ્વાસ અપાવી રહી છે કે, જલ્દી જ સંપૂર્મ સ્વસ્થ થઇ જશે. વીડિયોમાં એક સિસ્ટરે રાખી સાવંતની માતાનો હાથ પકડી રાખ્યો છે. અને તે તેમની વાતોથી સંતુષ્ટ નજર આવી રહી છે. તો રાખી આ સંપૂર્ણ ઘટના કેમેરામાં કેદ કરતી નજર આવી રહી છે. વીડિયો શેર કરતાં રાખીએ કેપ્શનમાં લખ્યું છે, 'તમામ સિસ્ટર્સ મારી મોમનું ધ્યાન રાખી રહી છે.' રાખી દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયો પર તેનાં ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સૌ કોઇ રાખીને વિશ્વાસ અપાવી રહ્યું છે કે, તેની માતા જલ્દી જ ઠીક થઇ જશે.
  આપને જણાવી દઇએ કે, રાખીએ વિશ્વ મહિલા દિવસ સમયે તેની માતાનો ખાસ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેની માતા કહેતી નજર આવે છે કે, તેનાં કેન્સરનું ઇલાજ ચાલુ છે અને તે જલ્દી જ ઠીક થઇ જશે. તેણે તેનાં આ વીડિયોમાં તમામની દુઆઓ માટે આભાર માન્યો હતો.
  Published by:Margi Pandya
  First published:March 09, 2021, 11:11 am

  ટૉપ ન્યૂઝ