રાખી સાવંતની માતાનો ભાવુક વિડીયો સામે આવ્યો. કહ્યું- ‘સલમાન જી, થૈંક યુ બેટા’

રાખી સાવંતની માતાનો ભાવુક વિડીયો સામે આવ્યો. કહ્યું- ‘સલમાન જી, થૈંક યુ બેટા’
(PHOTO- Instagram @rakhisawant2511)

ગુરુવારે કશ્મીરા શાહ પણ તેમની માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા, પોપ્યુલર રિયાલીટી શો બિગ બોસની 14મી સીઝનમાં રાખી સાવંતની એન્ટ્રીએ શોને ખૂબ જ મજેદાર બનાવ્યો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની માતા કેન્સર સામે લડાઈ લડી રહી છે. તેમના માતા હાલના દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમને કીમોથેરાપી આપવામાં આવી રહી છે. ‘બિગ બોસ 14’માંથી બહાર આવ્યા બાદ રાખી સાવંત ફરીથી પોતાની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઈ ગઈ છે. તેણે એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમની માતા સલમાનના નામેં સંદેશ આપતી જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

  રાખી દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં તેમની માતાએ કહ્યું ‘સલમાન જી થૈંક યુ બેટા, સોહેલ જી થૈંક યુ’. અત્યારે મને કીમોથેરાપી આપવામાં આવી રહી છે, હુ હોસ્પિટલમાં છું. ચાર આપવામાં આવ્યા છે, બે બાકી છે. જે બાદ ઓપરેશન કરવામાં આવશે. તમને પરમેશ્વર ખૂબ જ આગળ વધારે અને તમે સહી સલામત રહો. રાખી સાવંતે તેમની માતાના ફોટા શેર કરીને તેમના ફેંસને કહ્યું કે તેઓ તેમની માતા માટે દુઆ કરે, જેથી તેમના ફેંસ તેમના માટે દુઆ પણ માંગી રહ્યા છે.

  ગુરુવારે કશ્મીરા શાહ પણ તેમની માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા, પોપ્યુલર રિયાલીટી શો બિગ બોસની 14મી સીઝનમાં રાખી સાવંતની એન્ટ્રીએ શોને ખૂબ જ મજેદાર બનાવ્યો હતો.

  આ શોમાં રાખીએ તેમના ફેંસનું ખૂબ જ મનોરંજન કર્યું હતું અને શોની ટોપ 5 ફાઈનાલિસ્ટમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. હાલમાં થયેલ શોના ફાઈનલમાં રાખી સાવંતે લોકોને ત્યારે ચોંકાવ્યા હતા, જ્યારે તેઓ ફાઈનલમાં રૂ. 14 લાખ લઈને શોની બહાર થઈ હતી. આ શોની વિજેતા રુબીના દિલૈક બની છે, જ્યારે બીજા નંબર પર રાહુલ વૈદ્ય અને ત્રીજા નંબર પર નિક્કી તંબોલી રહી હતી.
  Published by:Margi Pandya
  First published:February 26, 2021, 12:18 pm

  ટૉપ ન્યૂઝ