મુંબઈ: રાખી સાવંતને હંમેશા એંટરટેન કરતા જોઈ હશે, પણ આજે તેના માટે 28 જાન્યુઆરીએ ખૂબ જ દુ:ખદ દિવસ સાબિત થયો છે. એક્ટ્રેસની માતાનું નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાય દિવસોથી રાખીની માતા જયા સાવંત ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં ભરતી હતી. તે કેન્સર અને બ્રેન ટ્યૂમર સામે લડી રહી હતી. રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ જયા સાવંતના નિધનના સમાચાર કન્ફર્મ કર્યા છે.
હાલમાં જ રાખીને ઘણી વાર હોસ્પિટલમાં જોવામાં આવી હતી. બિગ બોસમાંથી નીકળ્યા બાદ રાખીને જાણકારી થઈ હતી કે, તેમની માતાની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેમને હોસ્પિટલમા ભરતી કરાવ્યા છે. ત્યાર બાદ રાખી બિગ બોસમાંથી સીધા હોસ્પિટલે પહોંચી હતી. રાખી અહીં સતત આવતી જતી રહેતી અને માતાના હાલચાલ જાણતી રહેતી હતી.
કેન્સર સામે ઝઝૂમી રહી હતી રાખી સાવંતની માતા
રાખી સાવંતે છેલ્લા કેટલાય દિવસથી પોતાની માતાના સ્વાસ્થ્યને લઈને પરેશાન હતી. રાખી સતત હોસ્પિટલમાં પણ હાલચાલ જાણવા જતી રહેતી હતી. રાખી સાવંતની માતા જયા કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. રાખીએ પોતાની માતા સાથેના ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. રાખી સાવંતની માતાનું નિધન થતાં તેમના ફેન્સમાં દુ:ખની લાગણી ફેલાઈ છે.
મદદ કરનારા લોકોનો આભાર માન્યો
રાખી સાવંતે હાલમાં જ પોતાની માતાના સ્વાસ્થ્યને લઈને પણ ચર્ચા કરી હતી. રાખી સાવંતે મદદ કરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ફેન્સે પણ માતા સાજા થઈ જાય તેવી દુઆઓ કરી હતી. સાથે જ માતાની સારવારમાં મદદ કરનારા લોકોનો આભાર માન્યો હતો. હાલમાં જ રાખી સાવંતના જીવનમાં ખુશીઓ આવી છે. હવે માતાના નિધનથી રાખી ગમગીન થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર