રાખી સાવંતે PM મોદીને આપ્યો જીતનો મંત્ર, શેર કર્યો વીડિયો

News18 Gujarati
Updated: January 23, 2019, 3:08 PM IST
રાખી સાવંતે PM મોદીને આપ્યો જીતનો મંત્ર, શેર કર્યો વીડિયો
રાખીએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સલાહ આપતો વીડિયો પોસ્ટ કર્યો છે

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો અપલોડ કર્યો, જેના લીધે તેની ચર્ચા રાજનીતિમાં પણ થઇ રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત, દીપક કમાલ સાથે લગ્નની વાતને લીધે આજકાલ ચર્ચામાં છે. જોકે, હવે બુધવારે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો અપલોડ કર્યો, જેના લીધે તેની ચર્ચા રાજનીતિમાં પણ થઇ રહી છે. રાખીએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સલાહ આપતો વીડિયો પોસ્ટ કર્યો છે.

કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ પર પીએમ નરેન્દ્ર મોદીનું નામ લેતાં કહ્યું કે, દેશની નાગરિક હોવાથી હું કહેવા માંગું છું કે, આજકાલ તમે બોલિવૂડ સ્ટાર્સ સાથે મુલાકાત કરી રહ્યા છો, તે ન કરવું જોઇએ. આનાથી તમે ચૂંટણી જીતવાના નથી. રાખીએ કહ્યું કે, મોદીજી તમારે આગામી ચૂંટણી જીતવી હોય તો તમે ગરીબો અને ખેડૂતોને મળો.




 



View this post on Instagram




 

Good morning modi ji


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on




આ પણ વાંચો: મુંબઇમાં PM મોદી સાથે મુલાકાત કરતી બોલિવૂડની હસ્તીઓ, તસવીરો

રાખીએ કહ્યું કે, જો તમે ગરીબોને મળશો તો ચૂંટણી જીતવાની આશા છે. આ પૈસાદાર અને બોલિવૂડના લોકો તમને ચૂંટણી જીતવામાં મદદ કરી શકતા નથી.
First published: January 23, 2019, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading