Home /News /entertainment /

VIDEO: રાખી સાવંતે દેખાડી તેનાં આલીશાન ઘરની ઝલક, બેડરૂમથી લઇ બાથરૂમ સુધી બધુ જ છે લક્ઝુરિયસ

VIDEO: રાખી સાવંતે દેખાડી તેનાં આલીશાન ઘરની ઝલક, બેડરૂમથી લઇ બાથરૂમ સુધી બધુ જ છે લક્ઝુરિયસ

રાખી સાવંતં દુબઇમાં ખરિદ્યું ઘર

Rakhi Sawant Luxury house in Dubai: રાખી સાવંતે હાલમાં જ એક આલિશઆન ઘર (Rakhi Sawant) ખરીદ્યું હતું. હવે તેનાં ઘરની તેને વર્ચ્યુઅલ ટૂર (Virtual tour of Rakhi Sawant Dubai House) કરાવી છે. જેમાં તેનાં બેડરૂમથી લઇ બાથરૂમ સુધી બધી જ વસ્તુ લક્ઝુરિયસ છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાખી સાવંત (Rakhi Sawant) હાલમાં બીટાઉનમાં ચર્ચામાં છે. તેનાં એક્સ હસ્બન્ડ રિતેશ (Rakhi Sawant Ex Husband Ritesh) પર લગાવેલાં આરોપો અને બિઝનેસમેન આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani) સાથે તેનાં નવાં રિલેશનશિપ અંગે તે ચર્ચામાં છે. હાલમાં જ રાખી બોયફ્રેન્ડ આદિલની સાથે દુબઇ પહોંચી હતી. જ્યાં તેણે એક આલિશાન ઘર (Rakhi Sawant luxury house in Dubai) ખરીદ્યું છે. તેણે તેનાં ઘરની વર્ચ્યુઅલ ટૂર (Virtual tour of Rakhi Sawant Dubai House) કરાવી છે., જેમાં તેનાં બેડરૂમથી લઇ બાથરૂમ સુધી બધુ જ લક્ઝુરિયસ છે.

    રાખી સાવંત (Rakhi Sawant) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તે તેનાં બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani) સાથે વેકેશન ઉજવી રહ્યો છે. દુબઇ પહોંચી હતી જ્યાં તેણે આલિશાન ઘર ખરીદ્યું છે. અને તેનાં ઘરની ઝલક ચાહકોને બતાવી છે જેનું ઇન્ટિરિયર જોઇ લોકો દંગ રહી ગયા છે.

    રાખી સાવંતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બેબી પિંક કલરની સાડીમાં નજર આવે છે વીડિયોમાં તે તેનાં ઘરની ઝલક ફેન્સની સાથે શેર કરે છે. વીડિયોમાં રાખી કહે છે કે, 'શું આપ દુબઇમાં મારા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ જોવા ઇચ્છો છો. રાખી કહે છે કે, 'ભગાવન પાસેથી હવે મને કંઇ જ નથી જોઇતું. કારણ કે મારી ઇચ્છા પૂર્ણ થઇ ગઇ છે.' રાખી કહે છે કે, આ એપાર્ટમેન્ટ ખરીદ્યા બાદથી કોઇને કંઇ કરવાની જરૂર નથી. ફક્ત કપડાં અને બેગ લઇને અહીં રોકાવા આવી જાઓ.




    વ્હાઇટ, બ્રાઉન અને ચોકલેટી કલરમાં તેનું મોડ્યુલર કિચન છે એલિગન્ટ થીમ પર બનેલો તેનો લિવિંગ રૂમ છે. જે ખુબજ સુંદર છે. તેનાં લિવિંગ રુમમાં મોટું ટીવી, બ્લૂ કલરની કિંગ સાઇઝ ખુરશીઓ છે. અને સ્કાય બ્લૂ કલરનું કાઉચ છે જે ખુબજ સુંદર લાગે છે. તેનો રૂમ અને બાથરૂમ, ડાઇનિંગ એરિયા બધુ જ રોયલ અને એલિગન્ટ છે. જે ખુબજ આકર્ષક લાગે છે.

    આ પણ વાંચો-PHOTOS: મેક-અપ વગર, ચહેરા પર થાક, ખોળાની પાર્ટી બાદ પ્રેગ્નેન્ટ સોનમ કપૂરની જુઓ કેવી થઇ હાલત

    એક્ટ્રેસે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, તેનાં બોયફ્રેન્ડ આદિલે દુબઇમાં તેનાં નામે એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. રાખીનું એમ પણ કહેવું છે કે, આદિલે તેને એક કાર પણ ગિફ્ટ કરરી છે. આ વીડિયો જોઇ ફેન્સ આશા લગાવી રહ્યાં છે કે, આ એ જ એપાર્ટમેન્ટ છે જે આદિલે રાખીને ગિફ્ટ કર્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Adil Khan Durrani, House in Dubai, Rakhi sawant

    આગામી સમાચાર