રાખી સાવંત (Rakhi Sawant)એ હાલમાં જ પેપરાઝી સાથે વાત કરતાં તેણે આ ઘટના અંગે વાત કરી હતી. રાખીએ કહ્યું કે, આ વ્યક્તિ તેની બિલ્ડિંગની અંદર ફેન બનીને ઘુસી ગયો હતો અને તેનાં ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. આ ઘટના સમયે તેનાં ઘરમાં નોકરાણી એકલી હતી જે ઘણી ડરી ગઇ હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ (Bigg Boss)ની ડ્રામા ક્વિન રાખી સાવંત (Rakhi Sawant) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. પેપરાઝીની સાથે ઘણી વખત મુંબઇનાં રસ્તા પર તે વાતો કરતી નજર આવે છે. આ દરમિયાન તેણએ કેટલીક એવી હરકત કરી હતી જે ઘણી વખત આવા વિવાદિત નિવેદન આપે છે. હાલમાં જ તેણે એમ કહી હેરાન કરી દીધા કે એક અજાણ્યાં વ્યક્તિએ તેનાં ઘરનો દરવાજો તોડી અંદર ઘુસી ગયો હતો જે અંગે તેને ઓશિવારા પોલીસ સ્ટેશન (Oshiwara Police Station)માં ફરિયાદ નોંધાવી દીધી છે.
રાખી સાવંત (Rakhi Sawant)એ હાલમાં જ પેપરાઝી થી વાત કરતાં આ ઘટના અંગે જણાવ્યું હતું. રખીએ કહ્યું કે, એક વ્યક્તિ તેની બિલ્ડિંગની અંદર ફેન બની ઘુસી ગયો અને તેનાં ઘરનો દરવાજો તોડી દીધો. આ ઘટના તે સમયે બની જ્યારે ઘરમાં નોકરાણી એકલી હતી. જેનાં કારણે તે ગભરાઇ ગઇ હતી. રાખી સાવંતનો આ વીડિયો વિરલ ભયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર કર્યું છે.
વીડિયોમાં તે કહે છે કે, 'હું તો હાલમાં ઘટિયા બિલ્ડિંગમાં રહી રહી છું. હાલમાં પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને જેલમાં નાખ્યો છે. તે એ માટે જેલમાં ગયો કારણ કે તે મારા ઘરમાં ઘુસી આવ્યો હતો અને દરવાજો તોડી દીધો. મે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની છે જ્યારે તે માર ઘરમાં ઘુસ્યો તે સમયે હું ઘરમાં ન હતી. હું હાલમાં સારા એરિયામાં નથી રહેતી. તેને જેલમાં નાખ્યો, તે બિલ્ડિંગની નીચે આવતો અને ફેન ફેન કરીને ઉપર સુધી આવી ગયો.
ઘર પાસે આવીને ઘરનો દરવાજો તોડી દીધો. હું ઘમાં ન હતી. એક નોકરાણી હતી જે ડરી ગઇ. રોવા લાગી અને તેને ઇજા પણ આવી છે. ખુબજ ડ્રામા થઇ તો પછી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કમ્પેઇન લખાવી છે. તેથી હું હાલમાં સારા એરિયામાં નથી રહેતી. '
આપને જણાવી દઇએ કે, રાખી સાવંતની પાસે બિગ બોસની બહાર આવ્યા બાદ થી નવાં પ્રોજેક્ટની ભરમાર છે. હાલમાં જ 'ડ્રીમમાં એન્ટ્રી' ગીત બાદ રાખી સાવંતનું બીજુ ગીત 'લોકડાઉન' રિલીઝ થયું છે, જે ખુબ પસંદ કરવામાં આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર