એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ભારતમાં TikTok પર પ્રતિબંધ લાગી ગયો છે. આ પ્રતિબંધનાં દુખમાં રાખી સાવંતે તેનો અંતિમ TikTok વીડિયો રડતા રડતા પોસ્ટ કર્યો હતો. રાખીએ તેનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો હતો. જેમાં તે આશું ભરેલી આંખો સાથે કેમેરામાં જુએ છે અને કોઇને યાદ કરવાની વાત કરે છે. રાખીનો આ વીડિયો તે સમયે વાયરલ થયો જ્યારે દેશભરમાં TikTok એપ પર પ્રતિબંધની ચર્ચા છે.
TikTok એપ પર પ્રતિબંધ બાદ યુઝર્સ નિરાશ છે. રાખી પણ આ એપ યૂઝ કરતી હતી. રાખી સાવંત આ એપ પર rakhisawant25110નાં નામથી સક્રિય હતો. અને આ વીડિયો બાદ તેણે તેનો કોઇ નવો વીડિયો નથી મુક્યો.
રાખી સાવંતનાં આ વીડિયો પર લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. એક યુઝરે લખ્યુ છે કે, રાખીએ હવે દીપક કલાલથી લગ્ન કરી લેવા જોઇએ. તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે, સમય જોઇને ઝેર ખાઇ લેવું જોઇએ.
આપને જણાવી દઇએ કે, રાખી ભાજપને સપોર્ટ કરે છે. અને ભાજપનાં ગોરખપુરનાં ઉમેદવાર રવિ કિશનની આગામી ભોજપુરી ફિલ્મ 'સબસે બડા ચેમ્પિયન'માં નજર આવશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર