નીરજ ચોપરાથી પ્રેરણા લઇ રાખી સાવંતે રોડ પર દોડતાં ફેંક્યો ભાલો, VIDEO VIRAL

PHOTO- @RakhiSawant Instagram

ડ્રામા ક્વિન કહેવાતી એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant)નાં વીડિયોઝ આવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં ચે. આ દિવસો રાખી સાવંત જેવલિન થ્રો (ભાલા ફેંક)માં ભારત માટે ગોલ્ડ મેડલ લાવનાર નીરજ ચોપરાથી ઇન્સ્પાયર થઇ ગઇ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની ડ્રામા ક્વિન કહેવાતી એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant)એ વીડિયોઝ અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહે છે. તે જ્યાં પણ જાય છે પેપરાઝી તેનાં ઘરે જતો રહે છે. અને રાખી ક્યારેય પણ તેમને નિરાશ નથી કરતી અને દરેક સવાલનાં જવાબ આપે છે. હાલમાં રાખી સાવંતે જેવલિન થ્રો (ભાલા ફેંક)માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાથી પ્રેરણા લીધી છે. અને તેને 2024માં થનારી ઓલંપિકની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે.

  આ પણ વાંચો- SANA KHAN: માલદિવ્સ જતા પહેલાં સનાએ પતિ સાથે એરપોર્ટ પર અદા કરી નમાઝ, જુઓ VIDEO

  રાખી સાવંતે (Rakhi Sawant) ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિોયમાં રાખી રસ્તાની વચ્ચો વચ્ચ ઉતરીને નીરજ ચોપરા સ્ટાઇલમાં ભાલો ફેંકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની પોસ્ટમાં રાખા સાવંતે કેપ્શનમાં લખ્યું છે, 'કૃપ્યા મને ગોલ્ડ મેડલ આપી દો.' આ વીડિયો પર તેનાં ફેન્સ ઘણું પસંદ કરી રહ્યાં છે. અને જાત જાતની પ્રતિક્રિયી આપી રહ્યાં છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું છે કે, 'અરે ગજબ, ઓલિંપિકની તૈયારી થઇ છે' અન્ય એક લખે છે,'આપ ખુબજ મજાકિયા હો રાખી મેમ.' વીડિયોમાં આપ જોઇ શકો છો, પિંક કલરનું ટોપ પહેરેલી છે. રાખી સાવંત રસ્તા વચ્ચે દોડતા ભાલા તરીકે એક ડંડો ફેંકે છે. રાખી સારો થ્રો કરી રહી છે.
  આપને જણાવી દઇએ કે ગત દિવસોમાં રાખી સાવંતે શર્લિન ચોપરા (Sherlyn Chopra) પર નિવેદન આપ્યું હતું અને તે ચર્ચામાં રહી હતી. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી મામલે જે મહિલા તપાસનાં ઘેરામાં છે તે અંગે રાખીએ કહ્યું હતું કે, આપ જેવું વેંચશો, એવી જ ઓફર મળશે.

  આ પણ વાંચો- Taarak Mehta: 'કોઈ મિલ ગયા'માં જાદુ બનનાર છે 'દયાબેન'નો સંબંધી, શોમાં આવી ચૂક્યાં છે નજર

  આ પણ વાંચો- Sherlyn Chopra: રાજ કુન્દ્રાની એપ પર આવેલાં મારા વીડિયો જોઇ શિલ્પાએ મારા વખાણ કર્યા હતાં

  રાખી સાવંતનાં આ નિવેદનથી શર્લિન ચોપરા નારાજ થઇ ગઇ હતી. તેણે કહ્યું હતું કે, રાખીને આ મુદ્દે કમેન્ટ કરવાંનો કોઇ અધિકાર નથી. આજતકનાં રિપોર્ટ મુજબ શર્લિન કહે છે કે, 'રાખી આપ એક સારી ડાન્સર, કોમેડિયન અને કલાકાર છો. પણ આ મુદ્દે આપ કોઇ કમેન્ટ ન કરો. કારણ કે આપને આ મામલે કંઇ લેવા દેવા નથી. જો છે, તો આગળ આવીને વાત કરો. અને જો નથી તો, પિડીતાઓ માટે આવું ન કહો કે પબ્લિસિટી મેળવવાં માટે ખોટી વાત કરે છે. તેમનાં નિવેદનને ખારીજ ન કરો.'
  Published by:Margi Pandya
  First published: