રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે દુબઇમાં ખરીદશે 10 ફ્લેટ!
રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે દુબઇમાં ખરીદશે 10 ફ્લેટ!
મે મહિનામાં રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે તેના પરિવારે મળવા દુબઇ ગઇ હતી
Rakhi Sawant: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે દુબઇમાં પ્રોપર્ટી ખરીદવાનો ખુલાસો કર્યો છે. આ પહેલા મે મહિનામાં રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે તેના પરિવારે મળવા દુબઇ ગઇ હતી.
મુંબઇ: રાખી સાવંતે (Rakhi Sawant) મે મહિનામાં પોતાના બોયફ્રેન્ડ આદિલ ખાન (Adil Khan)ને ફેન્સ સાથે ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને બોયફ્રેન્ડ સાથે બિગ બોસની આગામી સિઝનમાં એન્ટ્રી લેવાના પોતાના પ્લાનિંગ વિશે જણાવ્યું હતું. રાખી સાવંત અને આદિલ ખાન બન્ને પોતાની લવ લાઇફ વિશે વાત કરતાં જોવા મળતા હોય છે.
રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે દુબઇ (Dubai)માં પ્રોપર્ટી ખરીદવાનો ખુલાસો કર્યો છે. તેણે ઇન્સ્ટેન્ટ બોલિવૂડને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પહેલાં અમે એક એપાર્ટમેન્ટ ખરીદ્યું, હવે તે 10 એપાર્ટમેન્ટ લેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. કેમ કે, તમે જાણો છો કે દુબઇમાં એપાર્ટમેન્ટ ઘણા સસ્તા છે. અહીં ત્રણ ફ્લેટ ખરીદવા દુબઇના 10 ફ્લેટ બરાબર છે. જો કોઇ ખરીદવા માંગે છે તો મારો સંપર્ક કરી શકે છે.
આ પહેલા મે મહિનામાં રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે તેના પરિવારે મળવા દુબઇ ગઇ હતી. રાખીએ અગાઉ શેર કર્યું હતું કે, આદિલે તેને એક બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી હતી. રાખીએ ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આદિલે મારા નામ પર દુબઇમાં એક ઘર ખીરદ્યું છે. બીજા દિવસે તેણે મને એક બીએમડબ્લ્યૂ ગિફ્ટ કરી.
રાખી સાવંતે આગળ કહ્યું હતું કે, મારા ખજાનો તેનો પ્રેમ છે. તેનો પ્રેમ સાચો છે. તે એક વફાદાર વ્યક્તિ છે. તે મને લઇને બહુ સીરિયસ છે. કયો યુવક તેની ગર્લફ્રેન્ડનો પરિચય આટલી જલ્દી પરિવારને આપે છે? નોંધનીય છે કે, આ પહેલાં રાખીએ રિતેશ સિંહ સાથે લગ્ન કર્યા હતા. રાખીએ તેની સાથે બિગ બોસ 15માં ભાગ લીધો હતો. જોકે, તે બાદ રાખીને ખબર પડી કે તે પહેલાંથી જ પરિણીત છે અને બન્ને અલગ થઇ ગયા.
ઉલ્લેખનીય છે કે, આદિલ ખાન બેંગલુરુનો રહેવાસી છે અને રાખીથી છ વર્ષ નાનો છે. આદિલનો કઝિન દુબઇમાં રહે છે અને રાખીનો દાવો છે કે આદિલની માસી તેના માત-પિતાને તેમની રિલેશનશિપ વિશે સમજાવશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર