Home /News /entertainment /Adil Khan Arrested: રાખી સાવંતના પતિ આદિલની પોલીસે કરી ધરપકડ, એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

Adil Khan Arrested: રાખી સાવંતના પતિ આદિલની પોલીસે કરી ધરપકડ, એક્ટ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

આદિલના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી તૂટી ગઇ રાખી સાવંત

રાખી સાવંત પહેલા માતાની બિમારીથી ખરાબ રીતે તૂટી ગઈ હતી, આ બાદ જ્યારે લગ્નની વાત જાહેર થઈ ત્યારે આદિલ દ્વારા લગ્નને સ્વીકાર ન કરવા, માતાનું મૃત્યુ થવું અને હવે આદિલની બેવફાઈ, રાખી સાવંતના જીવનને ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતીનુ નિર્માણ થયું છે.

વધુ જુઓ ...
Rakhi Sawant Latest News: રાખી સાવંત (Rakhi Sawant) ની લાઈફ આ દિવસોમાં કોઈ રોલર કોસ્ટર રાઈડ કરતા ઓછી નથી. તેના જીવનનો આખો મહિનો ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો અને આ સિલસિલો ફેબ્રુઆરીમાં પણ ચાલુ છે. રાખી સાવંત પહેલા માતાની બિમારીથી ખરાબ રીતે તૂટી ગઈ હતી, આ બાદ જ્યારે લગ્નની વાત જાહેર થઈ ત્યારે આદિલ દ્વારા લગ્નને સ્વીકાર ન કરવા, માતાનું મૃત્યુ થવું અને હવે આદિલની બેવફાઈ, રાખી સાવંતના જીવનને ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતીનુ નિર્માણ થયું છે.

હાલમાં, એવા સમાચાર છે કે તેના પતિ આદિલ ખાન દુરાની (Adil Khan Durrani) ની પોલીસે અટકાયત કરી છે. જો કે આદિલની ધરપકડનું કારણ હાલ જાણી શકાયું નથી. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી રાખી સાવંત મીડિયામાં જે નિવેદન આપી રહી હતી તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે જોડાયેલો છે.




આ પણ વાંચો :  સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં 10 દેશની 100 વાનગીઓ પીરસાશે, લાઇટ્સથી ઝળહળી ઉઠ્યો સૂર્યગઢ પેલેસ

એક દિવસ પહેલા જ પોલિસ સ્ટેશન ગઈ હતી રાખી


તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાખી સાવંતને પણ પોલીસ સ્ટેશનમાં જોવામાં આવી હતી, અહીંથી બહાર આવ્યા બાદ તેમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે તેણે કહ્યું હતું કે તે અહીં તેના અંગત કામ માટે આવી છે અને તેના વિશે કંઈ બોલવું નથી. હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આદિલ રાખીના ઘરે તેને મળવા પહોંચ્યો હતો, ત્યારબાદ જ તેની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  સિદ્ધાર્થ -કિયારાની હલ્દી સેરેમનીનો પહેલો વીડિયો થઇ ગયો લીક, દુલ્હનની જેમ શણગારાયો સૂર્યગઢ પેલેસ

રાખીએ આદિલ પર લગાવ્યા એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ


લગ્નનો ખુલાસો થયા બાદથી રાખી અને આદિલ વચ્ચે અસલી મુસીબતો શરૂ થઈ ગઈ છે. તે પહેલા બધું સારું લાગતું હતું. રાખીની માતાના મૃત્યુના 4-5 દિવસ બાદ જ રાખીએ મીડિયામાં ખૂબ રડી અને ઈશારો કર્યો કે આદિલનું કોઈની સાથે અફેર છે અને હવે તેણે નામ જાહેર કરીને જણાવ્યું કે આદિલના તનુ નામની છોકરી સાથે સંબંધ છે અને આદિલ રાખી છેતરે છે.



તેણે હવે આદિલ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે આદિલે તેના બધા પૈસા લઈ લીધા અને તેની માતાની સારવાર માટે પણ તેને પૈસા આપ્યા નહીં, જેના કારણે તેની માતાનું મૃત્યુ થયું.
First published:

Tags: Latest TV News, Rakhi sawant, Rakhi Sawant News, Tv news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો