Home /News /entertainment /

રાખી સાવંતે નવા બોયફ્રેન્ડ આદિલ સાથે કરી સગાઈ, કહ્યું- "આ કઇ પબ્લિસીટી સ્ટંટ નહીં મારો પ્રેમ છે"

રાખી સાવંતે નવા બોયફ્રેન્ડ આદિલ સાથે કરી સગાઈ, કહ્યું- "આ કઇ પબ્લિસીટી સ્ટંટ નહીં મારો પ્રેમ છે"

રાખી સાવંતે કરી BF સાથે સગાઇ

Rakhi Sawant Engaged : વિડીયોમાં રાખી બ્લેક સાડી પહેરેલી જોવા મળી રહી છે. રાખીએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ લુકમાં રાખી ધૂમ મચાવી રહી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  ‘ડ્રામા ક્વીન' રાખી સાવંત (Rakhi Sawant) એક યા બીજા કારણે સમાચારમાં ચર્ચાનો વિષય બની રહે છે. પતિ રિતેશથી અલગ થયા બાદ રાખી આ દિવસોમાં આદિલ દુર્રાની (Adil Khan Durrani)ને ડેટ કરી રહી છે. રાખીએ સોશિયલ મીડિયા પર આદિલ સાથેની તસવીરો અને વિડીયો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. હાલમાં જ રાખીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે રાખી રિંગ ફ્લોન્ટ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ સાથે સગાઈ કરી લીધી છે.

    વિડીયોમાં રાખી બ્લેક સાડી પહેરેલી જોવા મળી રહી છે. રાખીએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ લુકમાં રાખી ધૂમ મચાવી રહી છે. રાખી તેની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દરમિયાન રાખીએ કહ્યું કે તે મારો પ્રેમ છે અને આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી. જો બધુ બરાબર રહ્યું તો રાખી જલ્દી લગ્ન કરી શકે છે. રાખીનો આ વિડીયો ખૂબ ચર્ચામાં છે.

    જણાવી દઈએ કે રાખીએ થોડા દિવસો પહેલા મીડિયાને કહ્યું હતું કે આદિલ એક કાર બિઝનેસમેન છે, આ સિવાય તેના ઘણા બિઝનેસ છે. આદિલને વાહનોનો ખૂબ શોખ છે. આદિલે રાખીને BMW કાર પણ ગિફ્ટ કરી હતી. આદિલ રાખી કરતાં 6 વર્ષ નાનો છે. રિતેશ સાથેના બ્રેકઅપ બાદ રાખી ડિપ્રેશનમાં જતી રહી અને આદિલે તેને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.




    રાખીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આદિલનો પરિવાર તેના અને આદિલના સંબંધ માટે સહમત નથી. જે બાદ એવું માનવામાં આવતું હતું કે બંનેની લવસ્ટોરી અહીં જ પૂરી થશે જો કે અચાનક આ પ્રકારે સગાઈની વાતને લઈને વિડીયો વાયરલ થતા ફેન્સ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. રાખીએ જણાવ્યું કે તેના કપડા પહેરવાની સ્ટાઈલ અને રહેણી કરણી આદિલના પરિવારને પસંદ નથી, પણ તેમની માટે તે પોતાને બદલવા માટે તૈયાર છે.

    જણાવી દઈએ કે રાખી સાવંતે 'બિગ બોસ 15'માં પતિ રિતેશને બધા સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવ્યો હતો. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 'બિગ બોસ 15' માંથી બહાર આવ્યા બાદ રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે તે અને રિતેશ હવે સાથે નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Adil Khan Durrani, Rakhi sawant

    આગામી સમાચાર