Home /News /entertainment /'હું ભાંડો ફોડી નાંખીશ...' જેલમાં આદિલને મળ્યા બાદ રાખીનો ફાટ્યો ગુસ્સો

'હું ભાંડો ફોડી નાંખીશ...' જેલમાં આદિલને મળ્યા બાદ રાખીનો ફાટ્યો ગુસ્સો

ભાંડો ફોડી દઈશ...

ટીવી એક્ટ્રેસ રાખી સાવંત છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. રાખીએ પોતાના પતિ આદિલ પર છેતરપીંડી, મારપીટ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન રાખીનો નવો વીડિયો સામે આવ્યો છે.

    ટીવી એક્ટ્રેસ રાખી સાવંત તેના અંગત જીવનને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. રાખીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની પર છેતરપિંડી, મારપીટ, યૌન શોષણ અને પૈસા ચાઉં કરી જવાના ગંભીર આરોપ લગાવ્યા છે. રાખી સાવંતે આદિલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાખીએ કહ્યું હતું કે, આદિલનું નિવેદિતા ચંદેલ સાથે અફેર છે. આદિલ ખાન દુર્રાની હાલ જેલમાં છે. રાખી સાવંત તેના પતિ આદિલને જેલમાં મળવા ગઈ હતી, પરંતુ બહાર આવી તો તેના ચહેરા પર ઉદાસીનતા અને ગુસ્સો જોવા મળ્યો હતો. રાખી સાવંતે આદિલ ખાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તે તેનો ભાંડો ફોડીને રહેશે.

    સોશિયલ મીડિયા પર રાખી સાવંતના બે વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો આદિલ ખાન સાથે મુલાકાત કર્યા બાદના છે. રાખી સાવંતને પૂછવામાં આવ્યું હતું કે, શું તેના પરિવારમાંથી કોઈનો ફોન અથવા મેસેજ આવ્યો છે. જે અંગે રાખી સાવંત જણાવે છે કે, તેમનો દીકરો કેટલો મોટો સેટીંગબાજ છે, તે તેમને ખબર છે. આદિલ ખાન છૂટી જશે, પરંતુ હું પણ જોઉ છું કે, તે જેલમાંથી બહાર કેવી રીતે આવે છે. હું મીડિયા સામે તેનો ભાંડો ફોડીને રહીશ, હું શાંત નહીં બેસું.

    આ પણ વાંચોઃ લેપટોપ ધોઈને ફેમસ થઈ હતી ગોપી વહૂ, આ ભૂલને કારણે કરિયર પણ ધોવાઈ ગયું!




     

     

     


    View this post on Instagram


     

     

     


    A post shared by Viral Bhayani (@viralbhayani)






    રાખી સાવંતે વધુમાં જણાવ્યું કે, ‘તે આદિલને જેલમાં મળવા માટે ગઈ હતી. આદિલને દોઢ કરોડ વિશે પૂછ્યું હતું કે, તેણે 1 કરોડ 60 લાખ ક્યાં મુક્યા છે. આદિલને કાર વિશે પણ પૂછ્યું હતું. અભિનેત્રી જણાવે છે કે, આદિલે મારી સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી છે અને મને પૂછે છે કે, એનાથી તારે શું મતલબ છે. હું આદિલને ક્યારેય પણ માફ નહીં કરું.’

    આ પણ વાંચોઃ રાહા કપૂરને મળશે નાનો ભાઈ અથવા બહેન, કપૂર પરિવારમાં ફરી ગૂંજશે કિલકારી!







    થોડા દિવસ પહેલા રાખી સાવંતે આદિલ ખાન સાથે લગ્ન બાબતે ખુલાસો કર્યો છે. તેમણે અચાનક આદિલ સાથે લગ્ન કરીને ફોટોઝ શેર કરીને તમામ લોકોને સરપ્રાઈઝ આપી હતી. ત્યારબાદ રાખી સાવંતનો આ ડ્રામા જોવા મળ્યો હતો. આદિલ ખાને આ લગ્ન અંગે કોઈ નિવેદન આપ્યું નહોતું, બાદમાં તેણે લગ્ન કરવા બાબતે હા પાડી હતી. હવે તેમના લગ્નજીવનમાં આ કલેશ ચાલી રહ્યો છે.
    First published:

    Tags: Rakhi sawant, રાખી સાવંત

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો