Home /News /entertainment /Confirmed: રાખી સાવંત પતિ રિતેશ સાથે Bigg Bossના ઘરમાં 'વાઈલ્ડ' કાર્ડ એન્ટ્રી કરશે

Confirmed: રાખી સાવંત પતિ રિતેશ સાથે Bigg Bossના ઘરમાં 'વાઈલ્ડ' કાર્ડ એન્ટ્રી કરશે

રાખી સાવંત પતિ રિતેશ સાથે Bigg Bossના ઘરમાં 'વાઈલ્ડ' કાર્ડ એન્ટ્રી કરશે

રિતેશ આજ સુધી મીડિયા સામે આવ્યો નથી. પરંતુ હવે કલર્સના આ શોમાં દુનિયા પહેલીવાર રાખીના પતિનો ચહેરો જોઈ શકશે.

  Rakhi Sawant Entering in Bigg Boss with Husband: ટૂંક સમયમાં તમે બિગ બોસ 15 (Bigg Boss 15)ના ઘરમાં કંઈક એવું જોવા જઈ રહ્યા છો, જે તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય. હા, બિગ બોસની પૂર્વ સ્પર્ધક રાખી સાવંત (Rakhi Sawant) ફરી આ ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. પરંતુ તેની એન્ટ્રીમાં સૌથી મહત્વની વાત એ છે કે, રાખી પ્રથમ વખત તેના પતિ રિતેશ (Rakhi Sawant Husband Ritesh) સાથે શોમાં એન્ટ્રી કરશે. ગત સિઝનમાં રાખીના પતિ રિતેશને લઈને ઘણી ચર્ચા થઈ હતી. એવી પણ ખબર આવી હતી કે, રિતેશ શોમાં એન્ટ્રી કરવાનો છે, પરંતુ એવું થયું નહીં. પરંતુ હવે બિગ બોસના કારણે આખી દુનિયા પહેલીવાર રાખી સાવંતના પતિને જોઈ શકશે. આ નવી સિઝનમાં રાખીની પાંચમી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી હશે.

  હાલમાં જ ઘરમાં ત્રણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે, જે છે રશ્મિ દેસાઈ, દેવોલિના ભટ્ટાચારજી અને અભિજીત વાળા. ત્રણેય બિગ બોસના પૂર્વ સ્પર્ધક છે. અભિજીત વાળા બિગ બોસ મરાઠીમાં દેખાયા છે જ્યારે રશ્મિ અને દેવોલિના બિગ બોસની સૌથી સુપરહિટ સિઝન 13માં જોવા મળી છે. આ ત્રણ પહેલા રાજીવ આડતિયા પણ વાઈલ્ડ કાર્ડ તરીકે ઘરમાં પ્રવેશી ચૂક્યા છે.

  લગ્ન બાદથી રાખીના પતિને કોઈએ જોયો નથી?

  તમને જણાવી દઈએ કે, રાખી સાવંતના પતિને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લગ્ન બાદથી રાખીના પતિને કોઈએ જોયો નથી. ઘણા લોકોએ એ વાત પર સવાલો પણ ઉઠાવ્યા છે કે ભલે લગ્ન રાખવામાં આવે પણ તે પબ્લિસિટી સ્ટંટ નથી. રાખી સાવંતે ન્યૂઝ18 ડિજિટલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, આ ઘરમાં તેની અને તેના પતિની કેમેસ્ટ્રી જોઈને લોકો દંગ રહી જશે. છેલ્લી સીઝનમાં, મારા પતિ પાસે સમય નહોતો, પરંતુ હવે તે મારી સાથે આ ઘરમાં પ્રવેશ કરશે.

  આ પણ વાંચો - Love Story: ક્યારેક આ આલિશાન ઘરમાં Samantha સાથે રહેતો હતો Naga Chaitanya

  રાખી સાવંતનો પતિ એનઆરઆઈ બિઝનેસમેન છે

  રાખી સાવંતના કહેવા પ્રમાણે, તેનો પતિ એનઆરઆઈ બિઝનેસમેન છે અને તેને મીડિયાની સામે આવવું પસંદ નથી. રિતેશ આજ સુધી મીડિયા સામે આવ્યો નથી. પરંતુ હવે કલર્સના આ શોમાં દુનિયા પહેલીવાર રાખીના પતિનો ચહેરો જોઈ શકશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bigg Boss 14 Rakhi Sawant, Bigg Boss 15, Bollywood Latest News, Rakhi Sawant News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन