રાખીએ કરવા ચોથનો એવો વીડિયો પોસ્ટ કર્યો કે લોકોએ પુછ્યું, પતિ ક્યાં?

News18 Gujarati
Updated: October 18, 2019, 3:05 PM IST
રાખીએ કરવા ચોથનો એવો વીડિયો પોસ્ટ કર્યો કે લોકોએ પુછ્યું, પતિ ક્યાં?
રાખી સાવંત

"આ મારું પહેલું કરવાચોથનું વ્રત છે. અને હું ખુબ જ ખુશ છું. મારા પતિ ખુબ જ સારા છે." : રાખી સાવંત

  • Share this:
બોલિવૂડ (Bollywood) ના મોટા ભાગના સ્ટાર્સ કરવા ચોથ (Karwa Chauth) વ્રત પર ધૂમધામ સાથે ઉજવણી કરી. ત્યાં જ અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant) પણ તેના પતિ રિતેશ માટે પહેલું કરવા ચોથ વ્રત રાખ્યું. રાખી પોતાના પહેલા કરવા ચોથ પર ખૂબ જ એક્સાઇટેડ નજર આવી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક બે નહીં કરવા ચોથની કુલ 8 પોસ્ટ કરી છે. જેમાં વીડિયો અને તસવીર બંને છે. આ પોસ્ટમાં રાખી ગોલ્ડન બોર્ડર વાળી પિંક અને ગ્રીન સાઉથ ઇન્ડિયન સાડી પહેરેલી નજરે પડે છે.



 



View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






સાથે જ તેણે પરંપરાગત શૃંગાર કર્યો છે. માથે કુમકુમ અને ગળામાં મંગળસુત્ર પહેરી રાખીએ હાથમાં કરવા ચોથની જાળી પણ પકડી છે. જો કે જ્યાં કરવા ચોથની તમામ તૈયારી સાથે રાખી સાવંત તૈયાર દેખાય છે ત્યારે આ પોસ્ટમાં પણ તેનો પતિ ગેરહાજર જ દેખાય છે. જે જોઇને તેના ફોલોવર્સે પણ પુછ્યું કે ક્યાં ગયો તારો પતિ રિતેશ?



 




View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાખી મીડિયા સાથે વાતચીતમાં 28 જુલાઇના રોજ મુંબઇની જે ડબલ્યૂ મેરિયટ હોટલમાં એનઆરઆઇ રિતેશ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જે પછી રાખીએ સોશિયલ મીડિયામાં તેના લગ્નની કેટલીક તસવીરો પણ મૂકી હતી. પણ લગ્નની તસવીરોથી લઇને કરવા ચોથની તસવીરો સુધી રાખી સાવંતના પતિનો ચહેરો એક વાર પણ જોવા નથી મળ્યો. જેના કારણે સોશિયલ મીડિયામાં અનેક લોકોએ તેને સવાલો કર્યા છે.
કરવા ચોથ વખતે રાખીએ વીડિયો શેર કરતી વખતે તેના પતિ રિતેશના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે "આ મારું પહેલું કરવાચોથનું વ્રત છે. અને હું ખુબ જ ખુશ છું. મારા પતિ ખુબ જ સારા છે."
First published: October 18, 2019, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading