Home /News /entertainment /'આદિલ પહેલાથી જ છે પરિણીત, ઘણી છોકરીઓને કરી બરબાદ,' રાખી સાવંતના ભાઇએ કર્યો મોટો ઘટસ્ફોટ

'આદિલ પહેલાથી જ છે પરિણીત, ઘણી છોકરીઓને કરી બરબાદ,' રાખી સાવંતના ભાઇએ કર્યો મોટો ઘટસ્ફોટ

રાખીએ તેના પતિ પર અફેરનો અને મારપીટનો આરોપ લગાવ્યો

આદિલની પોલીસે (Mumbai Police) અટકાયત કરી હતી અને કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. એટલું જ નહીં રાખીએ એમ પણ કહ્યું છે કે હવે તે પોતાના પતિને છૂટાછેડા આપી દેશે. સાથે જ રાખીના ભાઈએ પણ આદિલ પર ઘણા ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.

વધુ જુઓ ...
રાખી સાવંત અને તેના પતિ આદિલ ખાન દુરાની વચ્ચે સમસ્યાઓ (Rakhi Sawant- Adil Durrani Marriage Problem) હલ થાય તેવું લાગતું નથી. રાખીએ પહેલા તેના પતિ પર અફેરનો આરોપ લગાવ્યો હતો અને હવે તેણે તેના પતિ પર હુમલો (Domestic Violance) કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પછી આદિલની પોલીસે (Mumbai Police) અટકાયત કરી હતી અને કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. એટલું જ નહીં રાખીએ એમ પણ કહ્યું છે કે હવે તે પોતાના પતિને છૂટાછેડા આપી દેશે. સાથે જ રાખીના ભાઈએ પણ આદિલ પર ઘણા ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.




આ પણ વાંચો :  'લોલિતા' ભાભીએ બાથરૂમમાં કપડા ઉતારીને આપ્યા એવા એવા પોઝ, વારંવાર આ ફોટોઝ જોઇ રહ્યાં છે લોકો

રાખી સાવંતના ભાઈએ ખુલાસો કર્યો હતો કે, આદિલ ખાન પહેલાથી જ પરિણીત છે. મીડિયા સાથે વાત કરતા રાખીના ભાઈએ કહ્યું કે, તેણે રાખી ઉપરાંત ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાંખી છે. આદિલ સામે પૈસા અને વાહનોની ચોરી કરવાના કેસ પણ નોંધાયેલા છે. પોતાની બહેનના સપોર્ટમાં રાકેશે કહ્યું હતું કે 'રાખી ડ્રામા ક્વીન નથી. રાખી માટે ખૂબ જ મુશ્કેલ છે કે આજે તેને ખબર પડી કે આદિલ પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો છે.

રાખી સાવંતે મીડિયા સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તેને આદિલના પરિવારના સભ્યોનો ફોન આવ્યો હતો. રાખીએ જણાવ્યું હતું કે તેને આદિલની માતા અને કાકીનો ફોન આવ્યો હતો. એક્ટ્રેસે કહ્યું, 'તે 7 મહિનાથી કહી રહી છે કે એક બાળક છે, આ એક બાળક છે. 30 વર્ષનો યુવક આવા અત્યાચાર કરે છે. તેમ છતાં મેં હંમેશાં તેના કહેવાથી તેને માફ કરી દીધો છે."

આ પણ વાંચો :  શુભમન ગિલનું પત્તુ કપાશે! ફરી એક્સ બોયફ્રેન્ડના પ્રેમમાં પડી સારા અલી ખાન, ઉદયપુરમાં કરી રહ્યાં છે મોજ

"મને દેશના કાયદા અને પોલીસ પર વિશ્વાસ છે. મારા દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા મીડિયા ટ્રાયલમાં જાહેર કરી શકાતા નથી. તે એક ગુનો છે અને હું કોઈ ગુનો કરવા માંગતી નથી. ઈશ્વર મારી સાથે છે."

રાખીના એક્સ પતિએ શું કહ્યું


આ મામલે રાખીના પૂર્વ પતિ એટલે કે રિતેશ (રિતેશ રાજ)એ તેને સપોર્ટ કરવાની વાત કહી છે. રિતેશે રાખી અને આદિલના કેસ અંગે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યુ હતું અને આ દરમિયાન તેણે કહ્યું છે કે તે બધું પહેલાથી જાણતો હતો, કારણ કે રાખીએ તેને 3 મહિના પહેલા તેની સ્ટોરી કહી હતી.
First published:

Tags: FIR lodged by Rakhi Sawant, Rakhi sawant, Rakhi Sawant News, Rakhi Sawant Video

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો