Home /News /entertainment /OMG! રાખી સાવંતના પતિએ ભૂલથી જાહેરમાં બતાવી દીધો તેનો હનીમૂન વીડિયો, શરમથી લાલ થઇ ગઇ 'ડ્રામા ક્વીન'
OMG! રાખી સાવંતના પતિએ ભૂલથી જાહેરમાં બતાવી દીધો તેનો હનીમૂન વીડિયો, શરમથી લાલ થઇ ગઇ 'ડ્રામા ક્વીન'
રાખી સાવંતનો વીડિયો વાયરલ
ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આદિલ (Adil) મીડિયાને કંઇક એવું બતાવી દે છે જેને જોઇને રાખી શરમાઇ જાય છે. તમે પણ જુઓ આ વાયરલ Video.
Rakhi Sawant & Adil Durrani: ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) હાલમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. પહેલા તે તેના અને આદિલના લગ્નને લઈને ચર્ચામાં હતી, પછી તેની ધરપકડથી લાઈમલાઈટમાં આવી ગઈ. હવે આ દરમિયાન, એક્ટ્રેસનો એક જૂનો વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ શરમથી લાલ થઈ ગયેલી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં ભૂલથી આદિલ તેનો અને રાખીનો હનીમૂન વીડિયો બતાવે છે. બંને પાપારાઝી સાથે વાત કરતા જોઈ શકાય છે. ચાલો તમને જણાવીએ કે આખરે મામલો શું છે.
હકીકતમાં, રાખી સાવંતે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે તેના બોયફ્રેન્ડ આદિલે તેના માટે સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન આદિલે ગર્લફ્રેન્ડ રાખીને તેના બર્થ ડે પર ખૂબ જ મોંઘી ગિફ્ટ આપીને શુભેચ્છા પાઠવી હતી. આદિલ દુર્રાનીએ રાખીને ગોલ્ડનો મોબાઈલ ગિફ્ટ કર્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ પછી બંનેએ પાપારાઝી સાથે વાત કરી.
આ દરમિયાન રાખીએ આદિલને પાપારાઝીને ગોલ્ડ ફોન બતાવવાનું કહ્યું હતું. આદિલે ફોન પર એક વીડિયો બતાવ્યો જેમાં તેનો બેડ દેખાઈ રહ્યો છે જે ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો હતો. રાખીને જેવી ખબર પડી કે આદિલે ફોન પર બેડ બતાવ્યો છે, તે તરત જ શરમાઈ ગઈ. આ દરમિયાન રાખી કહે છે, 'હનીમૂન બેડ દેખાઈ રહ્યો છે. તું શું બતાવી રહ્યો છે?
પોતાની ભૂલ સુધારીને આદિલ ગિફ્ટમાં આપેલો મોબાઇલ બતાવે છે. ત્યારે પણ રાખી કહે છે, 'બીજું કંઈ ન દેખાઇ જાય તેનું ધ્યાન રાખજે.' ત્યારે પણ પાપારાઝીએ તેને લગ્ન માટે પૂછ્યુ હતું. રાખીએ કહ્યું હતું કે લગ્ન પણ એક દિવસ થશે. જો કે, પછી શું કોઈને ખબર હતી કે રાખીએ ગયા વર્ષે જુલાઈમાં જ લગ્ન કરી લીધા હતા, જેનો ખુલાસો રાખીએ થોડા દિવસ પહેલા કર્યો હતો. જણાવી દઇએ કે આ વીડિયો skg news mediaના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
રાખી આદિલના લગ્ન ચર્ચામાં
રાખી સાવંતે પોતાનાથી 17 વર્ષ નાના મુસ્લિમ બિઝનેસમેન આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યાના મહિનાઓ બાદ આખરે તેનો ખુલાસો કર્યો છે. રાખીએ આદિલ સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલીને ફાતિમા દુર્રાની રાખ્યું છે. આ પછી આદિલે પહેલા તેને અફવા ગણાવી હતી પરંતુ બાદમાં લગ્નની વાત સ્વીકારી લીધી હતી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર