સની પર લાગ્યો આ અભિનેત્રીનો નંબર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આપવાનો આરોપ

News18 Gujarati
Updated: March 12, 2018, 9:55 PM IST
સની પર લાગ્યો આ અભિનેત્રીનો નંબર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આપવાનો આરોપ

  • Share this:
સની લિયોની પર બોલિવૂડની એક અભિનેત્રીએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ અને હાલ જ બે બાળકોની માતા બનેલ સની અંગે એક એક્ટ્રેસનું કહેવું છે કે સનીએ તેનો નંબર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં વહેંચી દીધો. તેના કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર આરોપ લગાવનાર અભિનેત્રીનું નામ છે રાખી સાવંત.

રાખીએ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે, 'સનીએ મારો નંબર એડલ્ટ એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આપી દીધો છે, જે પછી ઘણાં લોકો મને ફોન કરી રહ્યાં છે. તેઓ મારા વીડિયો અને મેડિકલ સર્ટી અંગે પુછી રહ્યાં છે. મને મોટી મોટી રકમ પણ ઓફર કરી રહ્યાં છે. પરંતુ આ કામમાં મારી જરા પણ રૂચિ નતી. હું એ દુનિયામાં જવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ.'

રાખીએ સની લિયોનીને આવું કરવાનું કારણ દર્શાવતા કહ્યું કે, 'મેં સનીના જુડવા બાળકો માટે શુભેચ્છાઓનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. શુભેચ્છા આપ્યાનો વીડિયો પોસ્ટ કર્યા પછી તેમણે મને અનનોન નંબરથી ફોન કરીને પુછ્યું કે શું હું તેનાથી જેલસ ફીલ કરૂં છું? પરંતુ હું શું કામ ઈર્ષા કરૂં?'

તે પછી રાખીએ કહ્યું કે, 'મેં બોલિવૂડમાં સારૂં કામ કર્યું છે. લોકો પરિવાર સાથે બેસીને મારૂં કામ જુવે છે. બસ મારૂં એટલું કહેવું છે કે પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો મારા નંબરનો ખોટો ઉપયોગ ન કરે.'
First published: March 12, 2018, 9:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading