Home /News /entertainment /Rakhi Sawant Birthday: 'જો સેક્સ વેચશો, તો લોકો સેક્સ ખરીદશે...', રાખી સાવંતના રમૂજી નિવેદનો
Rakhi Sawant Birthday: 'જો સેક્સ વેચશો, તો લોકો સેક્સ ખરીદશે...', રાખી સાવંતના રમૂજી નિવેદનો
રાખી સાવંત જન્મદિવસ
રાખી સાવંત (Rakhi Sawant) હંમેશા કંઇક નવું કરીને લોકોને અચંબામાં મૂકી દે છે. એક સ્વયંવરથી લઇને વિવાદિત કિસ અને રાજનિતીમાં આવવા જેવા અનેક નાટકો દ્વારા અભિનેત્રી હંમેશા ચર્ચાઓમાં રહે છે
અલ્ટીમેટ ડ્રામા ક્વિન (Ultimate Drama Queen) તરીકે જાણીતી રાખી સાવંત (Rakhi Sawant) હંમેશા કંઇક નવું કરીને લોકોને અચંબામાં મૂકી દે છે. એક સ્વયંવરથી લઇને વિવાદિત કિસ અને રાજનિતીમાં આવવા જેવા અનેક નાટકો દ્વારા અભિનેત્રી હંમેશા ચર્ચાઓમાં રહે છે. તમે તેને પસંદ કરો કે ન કરો રાખી સાવંત તમારા ચહેરા પર સ્માઇલ (Smile) જરૂર લાવી દેશે. આજે અભિનેત્રીના જન્મદિવસ (Birthday) પર અમે તમને તેના અમુક એવા નિવેદનો (Most Entertaining Statements) વિશે જણાવશું, જેણે લોકોને ખૂબ મનોરંજન આપ્યું હતું.
જો તમે સેક્સ વેચશો, તો લોકો સેક્સ ખરીદશે, જો તમે ટેલેન્ટ વેચશો તો લોકો ટેલેન્ટ ખરીદશે
પોર્ન કન્ટેન્ટ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પર પ્રતિક્રિયા આપતાં રાખી સાવંતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પાપારાઝી સાથે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું કોઈની વિરુદ્ધ નથી. કોઈ તમારા માથા પર બંદૂક ન રાખીને તમને પોર્નોગ્રાફી શૂટ કરાવવા મજબૂર ન કરી શકે. તેથી કૃપા કરીને કોઈને દોષ ન આપો. જો તમે સેક્સ વેચો છો, તો લોકો સેક્સ ખરીદશે, જો તમે ટેલેન્ટ વેચો છો, તો લોકો ટેલેન્ટ ખરીદશે. દુનિયામાં ઘણા બધા લોકો છે, જેઓ ઘણું બધું કરી રહ્યા છે, પરંતુ શા માટે માત્ર રાજ કુન્દ્રાને જ દોષી ઠેરવવામાં આવે છે? કારણ કે તે સેલિબ્રિટી (શિલ્પા શેટ્ટી)નો પતિ છે, બિઝનેસ ટાયકૂન છે?
આમિરજી હું સિંગલ છું મારા વિશે શું વિચાર છે?
આમિર ખાન અને કિરન રાવના ડિવોર્સ બાદ પ્રતિક્રિયા આપતા રાખીએ નિવેદન આપ્યું કે, આમિરજી હું કુવારી છું, તમે મારા વિશે શું વિચારો છો?
હું તૈમુરની માતાનો રોલ નિભાવવા માંગું છું
ઈટામ્સ સાથેના એક ઇન્ટરવ્યૂમાં રાખી સાવંતે ખૂબ જ મનોરંજક નિવેદન આપ્યું હતું. રેપિડ ફાયર સેગમેન્ટમાં જ્યારે અભિનેત્રીને તૈમુર અલી ખાન વિશે એક શબ્દની પ્રતિક્રિયા માટે પૂછવામાં આવ્યું, ત્યારે રાખીએ તરત જ કહ્યું કે, ઓહહ...તૈમુર અલી ખાન ખૂબ જ ક્યુટ છે. રાખીએ ઉમેર્યું, “તે ચોક્કસપણે સુપરસ્ટાર બનશે! જ્યારે તે મોટો થશે ત્યારે હું તેની માતાનો રોલ કરવા માંગુ છું.
રાખી સાવંતે કોરોના મહામારી દરમિયાન પાપારાઝી સાથે ઘણી વખત વાતચીત કરી હતી. તે દરમિયાન રાખીને ભારતની ખરાબ સ્થિતિ અને દર્દીઓ માટે ઓક્સિજનની ઉપલબ્ધતા વિશે કંગના રનૌતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપવા માટે કહ્યું હતું. જેમાં રાખીએ જણાવ્યું કે, નથી મળી રહ્યો? ઓહ હો.. કંગનાજી તમે દેશની સેવા કરોને. પ્લીઝ. આટલા કરોડો રૂપિયા તમારી પાસે છે. ઓક્સિજન ખરીદો અને લોકોમાં વહેંચો. અમે તો તે જ કરી રહ્યા છીએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર