Home /News /entertainment /

રાખી સાવંત બોલી, 'બોલિવૂડમાં કોઇ ડ્રગ્સ નથી લેતું, બધા પવિત્ર છે'

રાખી સાવંત બોલી, 'બોલિવૂડમાં કોઇ ડ્રગ્સ નથી લેતું, બધા પવિત્ર છે'

રાખી સાવંત

રાખી સાવંત (Rakhi Sawant)ને પેપરાઝી ઘણી વખત બહાર સ્પોટ કરી લે છે. અને તેની સાથે ખુબ બધી વાતો અને મસ્તી કરે છે. તો સામે રાખી પણ તેમને એન્ટરટેઇન કરવાની એક પણ તક મિસ નથી કરતી. અને તમને એવાં એવાં જવાબો આપે છે કે તે પોતે પણ ચર્ચામાં રહે છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)ની ડ્રામા ક્વિન રાખી સાવંત (Rakhi Sawant) બિગ બોસ 14 (Bigg Boss 14) બાદ સતત ચર્ચામાં છે. તેનાં બિન્દાસ બોલવા અને અદાકારીથી લોકોનાં ચહેરા પર તે મુસ્કાન લાવે છે. આઇટમ ગર્લ રાખી સાવંત મુંબઇનાં રસ્તા પર પેપરાઝીની સાથે વાતો કરતી નજર આવે છે. રાખી દેશ, બોલિવૂડ અને સામાજીક મુદ્દાઓ પર પોતાની વાત મુકતી હોય છે. જોકે તે એવાં ફની અંદાજમાં વાત કરે છે કે તે ચર્ચામાં આવી જાય છે. હાલમાં એક્ટ્રેસ રાખી સાવંતે બોલિવૂડમાં ડ્રગ્સ (Drugs in Bollywood) પર પ્રતિક્રિયા આપી છે. જે હવે ખુબ જ વાયરલ થઇ રહી છે. રાકી આ મામલે તેનાી વાત મુકતાં કહ્યું કે, કોઇ ડ્રગ્સ નથી લેતાં અહીં બધા જ પવિત્ર છે.

    આ પણ વાંચો-  આમિર ખાને 15 વર્ષ બાદ બીજી પત્ની કિરણ રાવ સાથે લીધા છૂટાછેડા, જાતે આપ્યું નિવેદન

    રાખી સાવંત (Rakhi Sawant)ને પેપરાઝી ઘણી વખત બહાર સ્પોટ કરી લે છે. અને તેની સાથે ખુબ બધી વાતો અને મસ્તી કરે છે. તો સામે રાખી પણ તેમને એન્ટરટેઇન કરવાની એક પણ તક મિસ નથી કરતી. અને તમને એવાં એવાં જવાબો આપે છે કે તે પોતે પણ ચર્ચામાં રહે છે.




    પેપરાઝી રાખીને પુછે છે કે, 'રાખીજી બોલિવૂડ સેલિબ્રિટીઝ ડ્ર્ગ્સ કેમ લે છે? આ સવાલ સાંભળતા બાદ પહેલાં તો એક્ટ્રેસ થોડી સેકેન્ડ માટે ચૂપ રહે ચે. પછી પેપરાઝીને એકી ટસે જોઇને જવાબ આપે છે કે ,'હોલિવૂડમાં કોઇ સેલિબ્રિટી ડ્રગ્સ નથી લેતી, અહીં બધા પવિત્ર છે. તમે બધા આ ઇન્ડસ્ટ્રીમાં રહ્યાં બાદ પણ તેને કેમ ટારગેટ કરો છો? મંત્રીઓનાં દીકરાને કેમ નથી પકડતા'

    આ પણ વાંચો- B'day: કોમેડી ક્વિન BHARTI SINGHનો સફર નહોતો આસાન, ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું નામ

    રાખીનો જવાબ સાંભળીને પેપરાઝી પુછે છે કે, કોણ મંત્રી? તેનાં પર રાખી કહે છે કે, 'મંત્રીઓનાં દીકાર એક કલાકમાં છૂટી જાય છે.' જોકે કોઇપણ મંત્રીનું નામ લેવાંનું તે ટાળે છે.

    આ પણ વાંચો- મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે ઘરવાળા સામે છેડી હતી જંગ, ફિલ્મી છે બંનેની LOVE STORY

    રાખીનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘણાં ટ્રોલ્સ તેની ક્લાસ લેતા નજર આવે છે. એક યૂઝર લખે છે કે, 'આ રાકઈ કેમેરા જોતા જ કંઇ પણ બોલવાં લાગે છે.' તો અન્ય એકે કહ્યું કે, 'આ પણ દુધની ધોયેલી છે. અને બાકી બધા પણ'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment news, News in Gujarati, Rakhi sawant, Rakhi Sawant News, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन