Home /News /entertainment /

Bigg Bossથી બહાર આવી 'ગૃહિણી' બની ગઇ રાખી સાવંત, બોલી- હવે બધુ સીખી રહી છું

Bigg Bossથી બહાર આવી 'ગૃહિણી' બની ગઇ રાખી સાવંત, બોલી- હવે બધુ સીખી રહી છું

રાખી સાવંત બની ગઇ ગૃહિણી

રાખી સાવંત (Rakhi Sawant)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનો એક ફની વીડિયો (Funny Video) શેર કર્યો છે જેને જોઇને લોકો હસવાનું રોકાઇ નથી રહ્યું.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાખી સાવંત (Rakhi Sawant)એ બિગ બોસમાં આવ્યા બાદ ફરી એક વખત સાબિત કરી દીધુ કે, આખરે કેમ તેને 'એન્ટરટેઇનમેન્ટ ક્વિન' કહેવામાં આવે છે. બિગ બોસ 14 (Bigg Boss 14) માં તેણે લોકોને ખુબ એન્ટરટેઇન કર્યા. બિગ બોસની ફિનાલે પહેલાં જ બિગ બોસે પોતે આ વાત સ્વિકારી હતી કે શોની રિઅલ એન્ટરટેનર રાખી સાવંત છે. હવે બિગ બોસ પૂર્ણ થઇ ગયુ છે. પણ બિગ બોસનો જાદુ હજુ રાખીનાં માથેથી ઉતર્યો નથી. રાખી સાવંત હાલમાં તેની માતાની બીમારી અંગે દુખી છે. પણ આ દુકમાં પણ તે સોશિયલ મીડિયા પર સૌને એન્ટરટેઇન કરે છે.

    રાખી સાવંત (Rakhi Sawant)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ફની વીડિયો (Funny Video) શેર કર્યો છે. જેને જોયા બાદ લોકોનું હસવાનું રોકાતું નથી. વીડિયોમાં રાખી ઘરનાં વાસણ ઘસતી, કચરા પોતા કરતી અને કપડાં ધોતી નજર આવી. વીડિયો શેર કરતાં તેણે લખ્યું હતું કે, 'બિગ બોસનાં ઘરથી ગૃહિણી બનીને નીકળી. હેપ્પી વૂમન્સ ડે.'

    વીડિયોની શરૂઆતમાં રાખી વાસણ ઘસતી નજર આવે છે. વીડિયોમાં રાખી કહે છે કે, બિગ બોસ મને રાત્રે ઉંઘ નથી આવતી જ્યા સુધી હું વાસણ ન ઘસી લઉં. આ દરમિયાન તે પોતાનાં નખ અને કહે છે કે, નખ નવાં લગાવ્યાં છે આ દરમિયાન તેણએ નખ દેખાડે છે અને કહે છે કે, મારા આંખનાં હાલ જુઓ.




    ફની અંદાજમાં વારં વાર બિગ બોસને યાદ કરે છે. અને કહે છે. બિગબોસ અને સલમાનજીએ મને ગૃહિણી બનાવી દીધી છે. મને બધુ જ કામ શીખવી દીધું. બિગ બોસ પૂર્ણ થયા બાદ પાગલ થઇ ગઇ છું અને ફક્ત ઘરનું કામ જ કરી રહી છું.



    રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. અને તેનાં પર ખુબ બધી કમેન્ટ્સ અને લાઇક્સ આવી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment news, Funny video, News in Gujarati, Rakhi sawant, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन