Home /News /entertainment /ફરી દુલ્હન બની રાખી સાવંત! આદિલને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યુ- 'હવે તો કબરમાં જ....'

ફરી દુલ્હન બની રાખી સાવંત! આદિલને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યુ- 'હવે તો કબરમાં જ....'

રાખી ફરી બની દુલ્હન!

ડ્રામા ક્વિન રાખી સાવંત છેલ્લા થોડા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. રાખીનો પતિ આદિલ હાલ જેલમાં બંધ છે. આ દરમિયાન રાખી એકવાર ફરી દુલ્હનના રુપે જોવા મળી રહી છે.

મુંબઈઃ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વિન રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચમાં છે. રાખીનો પતિ આદિલ હાલ જેલમાં છે. રાખીએ આદિલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહીં થોડા દિવસો પહેલા રાખી આદિલના ઘરે પણ પહોંચી હતી, જ્યાં જઈને તેણીએ ઘણો ડ્રામા કર્યો હતો. જેનાથી સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી ટ્રોલ કરી હતી.

જોકે, પોતાની પર્સનલ પરેશાનનીને સાઈડ કરીને હવે પોતાના કામ પર પરત ફરી છે. રાખી સાવંત એક વાર ફરી દુલ્હન બની ગઈ છે અને લગ્ન કરવા જઈ રહી છે. જી હાં, તમે એકદમ સાચું વાંચ્યુ. પરંતુ, આ લગ્ન તેણીના અપકમિંગ વીડિયો માટે કરી રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત એક નવા ગીતનું શૂટિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાખી સાવંત મીડિયા સાથે વાતચીત કરતી જોવા મળે છે.

આ પણ વાંચોઃ સલમાન ખાન હંમેશા કેમ પહેરે છે આ બ્રેસલેટ? જાણો કેમ છે જીવથી વધારે વ્હાલું

પૈપરાઝીએ રાખીને સવાલ કરે છે કે, શું તેણી લગ્ન કરવા જઈ રહી છે. જેના પર રાખી જોરથી બોલે છે કે, નહીં, એકવાર લગ્ન કર્યા હવે બીજીવાર ક્યારેય નહીં કરુ. જીંદગીમાં ક્યારેય હવે લગ્નના કપડાં નહીં પહેરુ. રાખીએ આગળ કહ્યુ કે, હવે સીધું કબરમાં જઈશ પરંતુ લગ્ન નહીં કરીશ. આ સિવાય તેણીએ કહ્યુ, મારો એક જ પતિ છે અને તે હાલ જેલમાં છે. રાખીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Vidoe: 'ભાગી ગયાં સાસુ-સસરા, આદિલ પણ નીકળ્યો...' રાખીનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો!



આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેણીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝર કોમેન્ટ કરીને લખી છે કે, દુલ્હન અહીં છે, દુલ્હો જેલમાં છે. એક અન્ય યુઝરે લખ્યુ, હવે ફરી પાછો નવો ડ્રામા. એક યુઝરે તો લખ્યુ, બેશર્મ, દરેક ધર્મનો મજાક બનાવીને મુકી દીધો છે. વળી અમુક લોકો તેણીને યાદ અપાવી રહ્યા છે કે તેણીએ એક નહીં પરંતુ બે વાર લગ્ન કરી ચુકી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, એકવાર નહીં મેડમ, રિતેશને ભૂલી ગઈ શું.
First published:

Tags: Entertainment news, Rakhi sawant

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો