Home /News /entertainment /હવે Rakhi Sawant બની બેગમ ફાતિમા! રડતાં રડતાં કહી દીધી આ મોટી વાત
હવે Rakhi Sawant બની બેગમ ફાતિમા! રડતાં રડતાં કહી દીધી આ મોટી વાત
રાખી સાવંતે રડતાં રડતાં આપ્યું ચોંકાવનારુ નિવેદન
બોલિવૂડ ડ્રામા ક્વીન રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મીડિયાની સામે રડતી જોવા મળી રહી છે. એવા અહેવાલો છે કે રાખીએ પોતાનો ધર્મ બદલીને તેનું નામ ફાતિમા રાખ્યું છે
બોલીવૂડની (Bollywood) ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) ફરી એકવાર તેના લગ્નને લઇને ચર્ચામાં છે. એક તરફ એક્ટ્રેસની માતા હોસ્પિટલમાં ભરતી છે તો બીજી તરફ રાખી અને તેના બોય ફ્રેન્ડ આદિલના ડ્રામા પૂરા નથી થઇ રહ્યા. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા રાખી સાવંતે તેના બોય ફ્રેન્ડ આદિલ દુરાની સાથે નિકાહ કર્યા હોવાની જાહેરાત કરી હતી.
જોકે, લગ્ને લગ્ને કુંવારી રાખી સાવંતના લગ્નને આ વખતે પણ લોકો સાચા નથી માની રહ્યા અને એનું કારણ રાખી અને આદિલ જ છે. રાખીએ તો સોશિયલ મીડિયા પર લગ્નની જાહેરાત કરી પરંતુ આલિદે લગ્ન કર્યા હોવાની ના પાડી દીધી છે. આદિલે બંને પતિ-પત્ની હોવાની વાતથી ચોખ્ખો ઇનકાર કરી દીધો છે. આદિલના આ વ્યવહારથી રાખી સાવંત ખૂબ દુખી ફરી રહી છે. આ બધા વચ્ચે હાલ રાખીનો એક વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના પેજ પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યારે રાખીને તેના લગ્ન વિશે પુછવાામાં આવ્યુ તો તે રડતા રડતા બોલી કે, “શું કહેવું? આટલું અપમાન… હું એ પણ બોલી નહીં શકું કે હું પરિણીત છું, … મારે મારા સાસરિયાઓનું પણ માન રાખવું પડશે. હું કંઈ બોલી શકીશ નહીં, મારે મારા સાસરિયાઓની પ્રતિષ્ઠા વિશે વિચારવું પડશે.
લગ્નના પુરાવા કર્યા શેર
રાખીએ લગ્નની જાહેરાત કરતી વખતે તેની અને આદિલની તસવીરો અને સાઇન કરતા ફોટોઝ પણ શેર કર્યા હતા. આ સિવાય તેણે મેરેજ સર્ટીફીકેટની તસવીર પણ જાહેર કરી દીધી હતી. તો હવે આદિલ કેમ લગ્ન થયા હોવાનો ઇનકાર કરી રહ્યો છે એ તો બંને કપલ જ જાણે.
સોશિયલ મીડિયા પર લાંબા સમયથી બંનેના ડ્રામા ચાલી રહ્યા છે. તેવામાં હવે ફેન્સ પણ કોમેન્ટ કરીને બંનેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે, રાખી તો તેના આ સ્વભાવને કારણે જ પ્રખ્યાત છે અને તેના અગાઉના રિલેશનશીપની જેમ ફેન્સ આ લગ્નને પણ એક ડ્રામા તરીકે જ ગણાવી રહ્યા છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર