રાખી સાવંત રમઝાન મહિનાને લઈને રોઝા રાખી રહી છે. ત્યારે એક્ટ્રેસે લોરેન્સ બિશ્નોઈ દ્વારા સલમાન ખાનને આપવામાં આવતી ધમકીને લઈને બિશ્નોઈ સમાજની માફી માંગતો વીડિયો સામે આવ્યો છે. આ સાથે જ તેમણે લોરેન્સ બિશ્નોઈને સલમાને છોડી દેવાની વાત કરી છે.
નવી દિલ્હીઃ રાખી સાવંત અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રી રમઝાન મહિનામાં રોઝા કરી રહી છે અને મિત્રો સાથે ઇફ્તાર પાર્ટી કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ પાપારાઝી સાથે વાત કરી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રાખીએ સલમાન ખાનને લોરેન બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળવા મામલે બિશ્નોઈ સમાજની માફી માંગી અને તેને છોડી દેવા કહ્યું છે.
પાપારાઝી સાથે વાત કરતા રાખી સાવંતે કહ્યુ હતુ કે, ‘હું કહું છું કે સલમાન ખાન એક સારો વ્યક્તિ છે. તે ગરીબોનો દાતા છે, એક લેજેન્ડ છે.. સલમાન ભાઈ માટે પ્રાર્થના કરો, તે લોકો માટે ઘણું બધું કરે છે. હું ઈચ્છું છું કે સલમાન ભાઈના દુશ્મનોની આંખો ફૂટી જાય, તેમની યાદશક્તિ નાશ પામે. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે કોઈ મારા સલમાન ભાઈ વિશે ખરાબ ન વિચારે.’ આ પછી રાખી સાવંતે બિશ્નોઈ સમુદાયની માફી પણ માંગી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું કાન પકડીને માફી માંગુ છું. સલમાન ખાનને છોડી દો.’
તે ખૂબ જ દયાળુ વ્યક્તિ છેઃ રાખી સાવંત
રાખી સાવંતે વધુમાં કહ્યું હતું કે, ‘હું તે લોકોને કહેવા માંગુ છું કે જેઓ સલમાન ભાઈ વિરુદ્ધ ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે કે, તેણે તમારું શું બગાડ્યું છે.. કેમ મારા ભાઈ પાછળ હાથ ધોઈને પડી ગયા છો.. તે ખૂબ જ ઇમાનદાર વ્યક્તિ છે. કૃપા કરીને તેને છોડી દો. સલમાન ભાઈ ઘણા શ્રીમંત છે પણ તે લોકો માટે બધું જ કરે છે.. તેમણે મારી માતા માટે ઘણું કર્યું છે.’
રાખીના આ વીડિયો પર ઘણા લોકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યા છે. કેટલાક રાખીને મોટા દિલની કહી રહ્યા છે તો કેટલાક તેને ખોટું કહી રહ્યા છે.
પતિ આદિલ પર ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે થોડા મહિના પહેલાં લગ્નની વાત શેર કરી હતી. લગ્નના થોડા અઠવાડિયા પછી તેણે આદિલ દુર્રાની પર હુમલો અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. રાખીએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ પછી મૈસૂરની એક ઈરાની મહિલા દ્વારા આદિલ પર છેતરપિંડી અને શારીરિક શોષણનો આરોપ પણ લાગ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર