રાખી સાવંત સમયાંતરે વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. તેને ડ્રામા ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાખી પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેણે લોન્ગટાઇમ બોયફ્રેન્ડ આદિલ દુરાની (Adil Durrani) સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન તો થયા પણ તેનો પતિ આદિલ તેના લગ્નને સ્વીકારતો નહોતો. જોકે બાદમાં તેણે આ લગ્ન સ્વીકાર્યા હતા. આ દરમિયાન લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી રાખીની માતાનું અવસાન થયું હતું. આ પછી હવે રાખીના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ છે. રાખીએ તેના પતિ આદિલ પર ઘણા ગંભીર આરોપો લગાવી છૂટાછેડાની જાહેરાત (Rakhi Sawant Adil Durrani Divorce) કરી છે.
રાખી સાવંતે આદિલ દુરાની સાથે છૂટાછેડા લેવાની જાહેરાત કરી
રાખી સાવંત લાંબા સમયથી પરેશાન છે અને મીડિયા સામે તેણે ખુલ્લેઆમ કહ્યું છે કે, તેના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ છે. તેના લગ્ન જોખમમાં છે. રાખીનું કહેવું છે કે તેના પતિએ તેની સાથે ચીટિંગ કરી છે અને હવે તેનું બીજી યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. રાખીએ નવા વિડીયોમાં તેના પતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.
રાખીએ પતિ પર લગાવ્યા આ ગંભીર આરોપ
નવા વિડીયોમાં રાખી સાવંતે ડિવોર્સની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે આદિલે નક્કી કરી લીધું છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ તનુ સાથે જ રહેશે. તે રાખી છોડીને જઈ રહ્યો છે. રાખીનું કહેવું છે કે, આદિલે સ્ટાર બનવા માટે તેનો સીડી તરીકે ઉપયોગ કર્યો છે.
રાખીએ આ વિડીયોમાં જણાવ્યું છે કે, ઇમોશનલી, ફિઝિકલી અને મેન્ટલી આદિલે ઉપયોગ કર્યો છે અને તેના બધા જ પૈસા લઇ લીધા છે. લગ્ન બાદ રાખીને ખબર પડી કે આદિલ પર ઘણા કેસ ચાલી રહ્યા છે અને તે હરામ કહી શકાય એવા ઘણા કામ કરી રહ્યો છે.
અન્ય ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે બિગ બોસ મરાઠીમાં જતા પહેલા તે આદિલને લાખો રૂપિયા આપવા ગઈ હતી. આ રૂપિયા રાખીની માતાની સારવાર કરાવી શકે તે માટે હતા, પરંતુ તેણે તે પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. રાખીએ તેની માતાના મોત માટે આદિલને જવાબદાર ઠેરવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર