Home /News /entertainment /VIDEO: કિસિંગ કોન્ટ્રોવર્સીનાં વર્ષો બાદ જ્યારે જાહેરમાં મળી ગયા રાખી સાવંત અને મિકા સિંઘ
VIDEO: કિસિંગ કોન્ટ્રોવર્સીનાં વર્ષો બાદ જ્યારે જાહેરમાં મળી ગયા રાખી સાવંત અને મિકા સિંઘ
જ્યારે જાહેરમાં મળી ગયા રાખી અને મિકા
મિકા (Mika Singh) અને રાખી સાવંત (Rakhi Sawant) સામ સામે આવી ગયા. આ દરમિયાન જે ઘટના જોવા મળી તે જોવા લાયક હતી. બંને એક બીજા સાથે સારી રીતે વાત કરી. ગળે મળ્યાં એટલું જ નહીં તેઓએ મીડિયા સામે એકબીજાનાં વખાણ પણ કર્યાં. અને મીડિયા ફોટોગ્રાફર્સની સામે રાખીએ અહીં સુધી કહ્યું કે, હવે તેઓ મિત્રો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાખી સાવંત (Rakhi Sawant) અને મીકા સિંહ (Mika Singh) તેનાં સંબંધોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં કોઇ ઇવેવ્ટમાં મીકા સિંહ અને રાખી સાવંતની કિસિંગ કોન્ટ્રોવર્સી સામે આવી હતી. અને આ સમયે બંને ખુબજ ચર્ચામાં હતાં. તેઓ એકબીજાની વિરુદ્ધમાં નિવેદનો આપતા રહેતા. એટલું જ નહીં કોઇપણ જગ્યા કેમ ન હોય તેઓ જાહેરમાં એકબીજા વિરુદ્ધ બોલતા અચકાતા ન હતાં.
જોકે ગત બુધવારે કંઇક અલગ જ બન્યું. બંને એક જાહેર સ્થળે આમને સામે આવી ગયા. આ દરમિયાન જે ઘટના જોવા મળી તે જોવા લાયક હતી. બંને એક બીજા સાથે સારી રીતે વાત કરી. ગળે મળ્યાં એટલું જ નહીં તેઓએ મીડિયા સામે એકબીજાનાં વખાણ પણ કર્યાં. અને મીડિયા ફોટોગ્રાફર્સની સામે રાખીએ અહીં સુધી કહ્યું કે, હવે તેઓ મિત્રો છે.
મિકાએ કહ્યું કે, હું સાચે કહેવાં માંગુ છુ કે, આ વખતનાં બિગ બોસમાં રાખી જ મેઇન હતી. તે ન હોત તો બિગ બોસ જોવાની મજા જ ન આવત. તો રાખીએ પણ મિકાનાં વખાણ કરતાં કહ્યું કે, સિંઘ ઇઝ કિંગ. જ્યારે પણ દેશ પર દુનિયા પર કોઇ આપદા આવે છે તો આ શીખ લોકો કોઇ પણ પરિસ્થિતિમાં જરૂરતમંદોની મદદે આવી જતા હોય છે. અને તમે પણ આ કામ કરી રહ્યાં છો. મને ખુશી છે આ વાતની.
પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા જ તેનાં પર કમેન્ટ્સની ભરમાર થવા લાગી છે. કેટલાંકે લખ્યું છે, પબ્લિસિટી માટે, તો કોઇએ લખ્યું છે આ બંને વચ્ચે તો એમ પણ ખુબ જુનો સંબંધ છે. તો કોઇએ લખ્યું, બાપ રે... મિકા અને રાખી એક સાથે..
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર