રાખીના ગળામાં મંગળસૂત્ર અને માથે સિંદૂર, કોન્ટ્રોવર્સી ક્વિન પરણી?

વીડિયો ગ્રેબ

સ્પૉટ બૉય સામયિકના અહેવલામાં દાવો કરાયો હતો કે 28મી જુલાઇએ રાખી સાવંતે એક NRIએ લગ્ન કર્યા

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : બૉલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયમાં રાખી ગળામાં મંગળસૂત્ર અને હાથમાં સિંદૂર સાથે જોવા મળી છે. રાખી જૉલ્ટ બાલાજીના શો 'ગંદી બાત'નું પ્રમોશન કરી રહી છે. રાખીને આ શો ખૂબ જ પસંદ આવ્યો છે. એક તરફ જ્યાં રાખી શો પ્રમોટ કરી રહી છે, ત્યારે બીજી બાજુ રાખીના લગ્નનના લુકથી ફેન્સ અને ફોલોવર્સ પરેશાન છે.

  રાખીના આ વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. 'સિંદૂર' કોના નામનું છે? કોના સાથે લગ્ન કર્યા? વગેરે વગેર કોમેન્ટ કરી અને રાખીના ચાહકો નારાજગી પણ દર્શાવી રહ્યાં છે. 24 કલાકમાં રાખીના વીડિયોને અનેક લોકોએ નીહાળ્યો છે. જોકે, રાખી આ પ્રકારના સ્ટન્ટ કરવા માટે પંકાયેલી છે અને તેણે અગાઉ પણ આ પ્રકારની જાહેરાતો કરી છે.

  આ પણ વાંચો :  જુઓ 'કબિર સિંહ' ફિલ્મની એક્ટ્રેસ કિયારા અડવાણીનો અદભૂત રેડ કાર્પેટ લૂક

  સ્પૉટ બૉય સામયિકે તેના અહેવાલમાં માહિતી આપી હતી કે રાખી સાવંતે 28મી જુલાઇના રોજ લગ્ન કર્યા. રાખીએ મુંબઈની JW Marriot હોટલમાં લગ્ન કર્યા અને તેના લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવાર પણ શામેલ હતો. રાખીના વીડિયો બાદ આ અહેવાલને પણ સમર્થન મળી રહ્યું છે.
  View this post on Instagram

  Kya tumne Gandii Baat dekhi? @altbalaji #GandiiBaat


  A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


  ઉલ્લેખનીય છે કે ફિલ્મ જગત સાથે જોડાયેલા સેલિબ્રિટીસ જ્યારે જ્યારે તેમના શો કે ફિલ્મો રીલિઝ થવાની હોય તેવા સમયે જુદા જુદા પ્રકારે પબ્લિસિટી મેળવવા માટે જાત જાતના નુસખાઓ અપનાવતા હોય છે. હવે રાખીએ ખરેખર લગ્ન કર્યા છે કે નહીં તે તો આગામી સમયમાં જ જાણી શકાશે.
  Published by:Jay Mishra
  First published: