રાખી સાવંતને બોલિવૂડની કંટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેય પોતાના ભાષણ અને ક્યારેક તેની તસવીરોને કારણે ચર્ચામાં રહેતી રાખી સાવંત હાલમાં એક ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ પણ એવી કે તેના એક સીનના શૂટિંગ માટે તેને મીકા સિંહની યાદ આવી ગઈ. રાખીએ આ ફિલ્મમાં એક કિસિંગ સીન આપવાનો હતો.
રાખીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેણે કિસિંગ સીન આપવામાં ખૂબ પરેશાની થઈ રહી હતી. આ માટે તેણે એક બે નહીં પરંતુ 55 રીટેક લીધા હતા.
ફિલ્મના શૂટિંગનો અનુભવ શેર કરતા રાખીએ જણાવ્યું કે, 'હું શૂટિંગ દરમિયાન ખૂબ પરેશાન હતી. કારણ કે મેં આવું પહેલા ક્યારેય નહોતું કર્યું. આ કિસિંગ સીન માટે મેં અડધી બોટલ દારૂ પીધો હતો. હું આ સીન માટે ના પણ કહી શકતી ન હતી કારણ કે મારા પાત્ર માટે તે જરૂરી હતો.'
રાખીએ કહ્યું, 'ફિલ્મ સાઈન કરવા દરમિયાન મને આ સીન અંગે બતાવવામાં આવ્યું ન હતું. જ્યારે શૂટિંગ દરમિયાન મને આ સીન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે, કોન્ટ્રાક્ટ સમયે મને આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી. આના પર પ્રોડ્યૂસરે મને કર્યું કે આ સીન તમારા પાત્રની જરૂરિયાત છે. તમે તેને કરી લેશો.'
આ અંગે રાખીએ જણાવ્યું કે, 'ફિલ્મનો સીન શૂટ કરતાં કરતાં મને અનેક વખત મીકાની યાદ આવી ગઈ હતી. તે બનાવ મારા દિમાગમાં વારેવારે આવી રહ્યો હતો. હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગી રહ્યું હતું કે કોઈ મને ફોર્સ કરી રહ્યું છે. કોઈ મારો ઉપયોગ કરી રહ્યું છે. મને એવું નહોતું લાગી રહ્યું હતું કે હું કેમેરા સામે એક્ટિંગ કરી રહી છું, મને એવું લાગી રહ્યું હતું કે મારી સાથે આ બીજી વખત બની રહ્યું છે. આવો બનાવ કોઈ ભૂલી નથી શકતું.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર