Rang De Basanti : આ ભૂમિકા માટે હ્રિતિકને સમજાવવા આમિર તેના ઘરે ગયો હતો પણ..

તસવીર- hrithikroshan/amirkhanactor_/Instagram

આજથી 15 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ 'રંગ દે બસંતી' (Rang De Basanti) ખૂબ જ સફળ રહી હતી. આજે પણ અનેક લોકોને આ ફિલ્મ ગમે છે. આ ફિલ્મમાં આમિર ખાન, કુણાલ કપૂર, શરમન જોશી, સોહાઅલી ખાન, સિદ્ધાર્થ અને આર માધવન જેવા સ્ટાર્સ મહત્વના રોલમાં હતા.

  • Share this:
મુંબઈ: આજથી 15 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ 'રંગ દે બસંતી' (Rang De Basanti) ખૂબ જ સફળ રહી હતી. આજે પણ અનેક લોકોને આ ફિલ્મ ગમે છે. આ ફિલ્મમાં આમિર ખાન, કુણાલ કપૂર, શરમન જોશી, સોહાઅલી ખાન, સિદ્ધાર્થ અને આર માધવન જેવા સ્ટાર્સ મહત્વના રોલમાં હતા. રાકેશ ઓમપ્રકાશ મેહરા (Rakeysh Omprakash Mehra) આ ફિલ્મના ડીરેક્ટર હતા.

આ ફિલ્મ ક્રાંતિકારી વિચારોના કારણે યુવાથી લઈ દરેક વયજુથમાં લોકપ્રિય બની હતી. ફિલ્મના ગીત અને સંગીતની પણ ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે આ ફિલ્મ બનાવતી વખતે ઉભા થયેલા પડકાર અંગે ફિલ્મના ડાયરેક્ટર રાકેશ મેહરાએ પોતાની ઓટોબાયોગ્રાફી Stranger in the Mirrorમાં ઉલ્લેખ કર્યો છે.

તેમણે ખુલાસો કર્યો છે કે, રંગ દે બસંતીમાં કરણ સિંઘાનિયાના રોલ માટે હ્રિતિક રોશનને મનાવવા આમિર ખાને (Aamir Khan) પ્રયાસ કર્યા હતા. જોકે, ઘણા કલાકારોનો સંપર્ક કર્યા બાદ આ રોલ સાઉથના એક્ટર સિદ્ધાર્થે કર્યો હતો.

આ પણ વાંચો: હની સિંહ પાસે કરોડોની સંપત્તિ, પત્ની શાલિની તલવારે વળતર તરીકે માંગી મોટી રકમ



રાકેશ ઓમપ્રકાશ મેહરાએ વધુમાં લખ્યું છે કે, આ ફિલ્મમાં કરણ સિંઘાનિયાના રોલ માટે કલાકારની પસંદગી સરળ નહોતી. આ રોલ માટે ફરહાન અખ્તર, અભિષેક બચ્ચન અને હ્રિતિક રોશન સહિતના કલાકારોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. દરેક ખ્યાતનામ કલાકાર કરણનો રોલ ફગાવતા હતા. આ રોલ માટે મેં સૌથી પહેલા ફરહાનને ઓફર આપી હતી. તે સમયે તેઓ યુવા ડાયરેક્ટર હતા. તે પહેલાં તેમણે એક્ટર તરીકે કામ કર્યું નહોતું. ફરહાન પોતે પણ તે વખતે અભિનય અંગે વિચારતા નહોતા. જેથી તેઓ મારી ઓફર જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ મેં અભિષેક બચ્ચનને આ રોલ અંગે જણાવ્યું હતું. તેમણે પણ આમાં રસ નહોતો લીધો.

આ પણ વાંચો: GHKKPM: વિરાટના જીવનમાં તૂફાન બનીને આવશે વિરાટ, પત્રલેખાને આપશે છૂટાછેડા

રાકેશ વધુમાં લખે છે કે, મેં આમિર ખાનને આ રોલ અંગે હ્રિતિક સાથે વાત કરવા કહ્યું હતું. આમિર તે દરમિયાન હ્રિતિકના ઘરે ગયો અને આ ફિલ્મ સારી છે તેમ કહી હ્રિતિકને રોલ માટે સમજાવ્યો હતો. પણ તે શક્ય બન્યું નહીં. અંતે ફિલ્મના શૂટિંગના એક મહિના પહેલા સાઉથ એક્ટર સિદ્ધાર્થને પસંદ કરાયો હતો. સિદ્ધાર્થે આ પહેલા હિન્દી ફિલ્મ કરી નહોતી. 26 જાન્યુઆરી 2006ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.
Published by:kuldipsinh barot
First published: