Home /News /entertainment /

રાકેશ ઝુનઝુનવાલાનું બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન, બિગ બી જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો કરી હતી પ્રોડ્યુસ

રાકેશ ઝુનઝુનવાલાનું બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન, બિગ બી જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો કરી હતી પ્રોડ્યુસ

રાકેશ ઝુનઝુનવાલાનું બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન

શેરમાર્કેટના બિગ બુલ કહેવાતા બ્રોકર-રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થઈ ગયું. તેઓ 62 વર્ષના હતા. તેમણે તાજેતરમાં અકાસા એરલાઈનની સ્થાપના કરી હતી. તેની પહેલી ફ્લાઈટે 7 ઓગસ્ટે ઉડાન ભરી હતી. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. તેમના પરિવારમાં પત્ની રેખા અને બે બાળકો છે. ‘બિગ બુલ’તરીકે લોકપ્રિયતા મેળવનાર રાકેશ એક ફિલ્મ પ્રોડ્યુસર પણ હતા.

વધુ જુઓ ...
    શેરમાર્કેટના બિગ બુલ કહેવાતા બ્રોકર-રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થઈ ગયું. તેઓ 62 વર્ષના હતા. તેમણે તાજેતરમાં અકાસા એરલાઈનની સ્થાપના કરી હતી. તેની પહેલી ફ્લાઈટે 7 ઓગસ્ટે ઉડાન ભરી હતી. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. તેમના પરિવારમાં પત્ની રેખા અને બે બાળકો છે. ‘બિગ બુલ’તરીકે લોકપ્રિયતા મેળવનાર રાકેશ એક ફિલ્મ પ્રોડ્યુસર પણ હતા. આ વિશે કદાચ જ લોકો જાણતા હશે. તેમને શેર માર્કેટની સાથે કેટલીક ફિલ્મોમાં પણ પ્રોડ્યુસર તરીકે રોકાણ કર્યું હતું.

    રાકેશ ઝુનઝુનવાલા શેર માર્કેટની સાથે ફિલ્મોમાં પણ રસ ધરાવતા હતા. તેઓ ફિલ્મો પણ બહુ જોતા હતા. તેથી તેઓ તેમના પૈસાને બોલિવૂડમાં પ્રોડ્યુસર તરીકે રોકાણ કર્યું. તેઓ વર્ષ 2012માં આવેલી ફિલ્મ હિન્દી ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ના પ્રોડ્યુસર હતા. આ ફિલ્મમાં દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીએ લીડ રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ શ્રીદેવીની કમબેક ફિલ્મ હતી. તે સુપરહિટ સાબિત થઈ હતી.

    રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘શમિતાભ’પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધનુષ લીડ રોલમાં હતા. ફિલ્મમાં અક્ષરા હાસન પણ હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. તેમજ વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘કી એન્ડ કા’ને પણ તેમને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં અર્જુન કપૂર અને કરિના કપૂર ખાન લીડ રોલમાં હતા.

    ફેમિલી મેન હતા રાકેશ ઝુનઝુનવાલા

    રાકેશ ઝુનઝુનવાલા ફેમિલી મેન હતા. તેમને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાનું વધારે પસંદ હતું અને તેઓ તેમના ફેમિલીને ઘણો પ્રેમ કરતા હતા. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 1960માં એક ઈન્કમ ટેક્સ ઓફિસર રાધેશ્યામજી ઝુનઝુનવાલાના ઘરે થયો હતો. તેમની માતા ઉર્મિલા ઝુનઝુનવાલા એક ગૃહિણી હતી. રાકેશના લગ્ન 1987માં રેખા ઝુનઝુનવાલા સાથે થયા હતા.

    IVF દ્વારા જોડિયા બાળકો થયા હતા

    લગ્નના ઘણા વર્ષો સુધી બાળકો ન થવાના કારણે તેમને IVFની મદદ લીધી અને 30 જૂન 2004ના રોજ દીકરી નિષ્ઠા ઝુનઝુનવાલાનો જન્મ થયો. રાકેશ ઝુનઝુનવાલા પોતાની દીકરીને વધારે પ્રેમ કરતા હતા અને કહેતા હતા તે તેમની રાજકુમારી છે. તેના પછી 2009માં તેમના ઘરે જોડિયા બાળકો આર્યમન અને આર્યવીરનો જન્મ થયો. રાકેશ ઝુનઝુનવાલાને એક ભાઈ અને 2 બહેન છે. તેમના ભાઈનું નામ રાજેશ ઝુનઝુનવાલા અને બહેનનું નામ સુધા ગુપ્તા અને નીના સાંગાનેરિયા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Rakesh jhunjhunwala

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन