અમરસિંહે કહ્યુ- 'અમિતાભ બચ્ચન અંગે કહેલી તમામ વાતો બદલ મને ખેદ છે'

અમર સિંહ

 • Share this:
  રાજ્યસભા સાંસદ અમર સિંહ (Amar singh) એ મંગળવારે એક ટ્વિટ કરીને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પરિવાર માટે આપેલા તેમના જૂના નિવેદન માટે ખેદ પ્રગટ કર્યો છે. સિંહે આ મામલે એક વીડિયો પણ શેર કર્યો છે. મંગળવાર એટલે કે 18 ફેબ્રુઆરી અમર સિંહના પિતા હરીશચંદ્ર સિંહની પૃણ્યતિથિ હતી. જે હેઠળ અમિતાભ બચ્ચને તેમને સંદેશો મોકલ્યો હતો.

  આ પર અમર સિંહે ટ્વિટ કર્યું છે. "આજે મારા પિતાની પૃણ્યતિથિ છે. જે પર મને અમિતાભ બચ્ચનનો સંદેશો મળ્યો. હું જીવન અને મૃત્યુ વચ્ચે સંધર્ષ કરી રહ્યો છું. આવા સમયે હું અમિતજી અને તેમના પરિવારને લઇને કરેલી ટિપ્પણીઓ માટે ખેદ વ્યક્ત કરું છું. ઇશ્વર તમામને આશીર્વાદ આપે."


  ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને અમર સિંહ એક સમયે સારા મિત્રો રહી ચૂક્યા છે. પણ થોડા સમય પહેલા તેમના સંબંધો બગડી ગયા હતા. અમર સિંહે વર્ષ 2018માં ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે "અમિતાભ બચ્ચને એક પાર્ટીમાં ખુલાસો કર્યો હતો કે એક મોટો વ્યક્તિએ મને પૈસા આપવા માંગે છે, પણ તેમણે ના લીધા. જ્યારે આ વાત ખોટી છે. અમિતાભ તે વ્યક્તિથી 250 કરોડ માંગી રહ્યા હતા. અને તે 25 કરોડ રૂપિયા જ આપવા માંગતા હતા."

  "જો અમિતાભમાં હિંમત હોય તો તે વ્યક્તિનું નામ લે. નહીં તો હું તે વ્યક્તિની ચીઠ્ઠી બતાવું. જેણે તેમને 25 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. મેરી પાસે બેંક લેવડ દેવડના પુરાવા પણ છે. 100 કરોડ રૂપિયા તો અમિતાભે આજ દિવસ સુધી નથી પાછા કર્યા. મારી પાસે જે પુરાવા છે તે સાર્વજનિક રીતે અમિતાભને એક્સપોઝ કરી શકે છે"

  રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પર નિશાનો સાંધતા અમર સિંહે કહ્યું કે જયા બચ્ચન તેના પતિને સમજાવતી કેમ નથી કે તે જુમ્મા ચુમ્મા ન કરે. અમિતાભ બચ્ચનને તેમણે કેમ ના સમજાવ્યા કે વરસાદમાં પલડતી નાયિકા સાથે આવા દ્રશ્યો કરવા યોગ્ય નથી. તમે તમારી વહુ ઐશ્વર્યાને કેમ ના સમજાયું કે એ દિલ હૈ મુશ્કિલમાં જે કિસિંગ સીન ઐશ્વર્યા આપ્યા છે તે ના આપવા જોઇએ. તમે કેમ તમારા પરિવારના સદસ્યોને પડદા પર આવી સીન ન આપવા માટે સમજાવ્યા નહીં.  ઉલ્લેખનીય છે કે જયા બચ્ચને 2019માં રાજ્યસભાની એક કાર્યવાહી દરમિયાન નિર્ભયા રેપ કેસને લઇને ટિપ્પણી કરતા કહ્યું હતું કે નિર્ભયાના અપરાધીઓને કેમ હજી સુધી સજા નથી મળતી. નિર્ભયાની મા આજે પણ અસહાય અનુભવે છે. તેમણે કહ્યું કે પહેલા માતા પિતા તેમની યુવતીઓ માટે ડરતા હતા. પણ હવે તો છોકરાઓ પણ સુરક્ષિત નથી. વધુમાં જયા બચ્ચને એક સંસદ ચાલતી એક ચર્ચામાં કહ્યું હતું કે "આપણે ટીવી અને સિનેમાને નથી રોકી સકતા પણ પોતાને તો રોકી શકીએ છીએ." જે પર અમર સિંહે અમિતાભ અને ઐશ્વર્યાને લઇને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
  Published by:Chaitali Shukla
  First published: