Home /News /entertainment /

કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ જણાવ્યું કે તેમના પતિની હાલત સ્થિર છે

કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ જણાવ્યું કે તેમના પતિની હાલત સ્થિર છે

રાજુ શ્રીવાસ્વની પત્નીનું રિએક્શન સામે આવ્યું

હોસ્પિટલમાં એડમિટ રાજુ શ્રીવાસ્તવની હાલત ગંભીર છે. ફેન્સ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન રાજુ શ્રીવાસ્તવની પત્નીનું રિએક્શન સામે આવ્યું છે. શિખા શ્રીવાસ્તવે કહ્યું કે, તેમના પતિ એક યોદ્ધા (ફાઈટર) છે અને તેઓ આપણી વચ્ચે પાછા ફરશે.

વધુ જુઓ ...
    હોસ્પિટલમાં એડમિટ રાજુ શ્રીવાસ્તવની હાલત ગંભીર છે. ફેન્સ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન રાજુ શ્રીવાસ્તવની પત્નીનું રિએક્શન સામે આવ્યું છે. રાજુની પત્ની શિખાએ કહ્યું હતું, 'તેમના પતિની હાલત સ્થિર છે. ડૉક્ટર્સ તેમનું કામ કરી રહ્યા છે. અમને તેમની પર વિશ્વાસ છે અને રાજુજી એક ફાઇટર છે. તે આ જંગ જરૂર જીતશે અને ચાહકોને ફરી એકવાર એન્ટરટેઇન કરશે. આ મારું તમને બધાને વચન છે.' શીખાએ અપીલ કરી હતી કે લોકો તેમના પતિની તબિયત અંગે અફવા ફેલાવવાનું બંધ કરે.

    રાજુના મિત્ર એહસાન કુરૈશીએ કહ્યું હતું કે રાજુ બેભાન છે. તેમનું મગજ રિસ્પોન્સ કરતું નથી. તબિયત લથડ્યા બાદ ડૉક્ટર્સે કહ્યું હતું કે હવે તો બસ પ્રાર્થના જ કંઈક કરી શકે છે. તેઓ દુઆ કરે છે કે રાજુ જલ્દીથી સ્વસ્થ થઈ જાય.


    શિખાએ કહ્યું કે, તેના પતિની હાલત સ્થિર છે અને ડૉક્ટર તેમની સારી રીતે સારવાર કરી રહ્યા છે. તેને કહ્યું, તેમની હાલત સ્થિર છે. ડૉક્ટર તેમની સારી રીતે સારવાર કરી રહ્યા છે. રાજુજી એક ફાઈટર છે અને આપણા બધાની વચ્ચે તેઓ જલ્દી પાછા ફરશે. અમને પ્રાર્થના અને શુભકામનાની જરૂર છે.

    વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા શ્રીવાસ્વના સ્વાસ્થ્યને લઈને ગુરુવારે ટ્વિટર પર અટકળો લગાવવામાં આવી રહી હતી.

    શિખાએ કહ્યું, મારી નર્મ વિનંતી છે કે કૃપા અફવાઓ ન ફેલાઓ. તે અમારા મનોબળને અસર કરે છે. અમને નકારાત્મકા નથી જોઈતી, અમને સકારાત્મકતાની જરૂર છે. કૃપા કરીને તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરો કે તેઓ જલ્દી પાછા આવી જાય. ડૉક્ટરો સારો પ્રયાસ કરી રહ્યા છે, રાજુજી તેમનો સાથ આપી રહ્યા છે, તેઓ લડી રહ્યા છે. એટલા માટે કૃપા કરી નકારાત્મકા ન ફેલાવો.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन