Home /News /entertainment /25 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના સભા, દિલ્હીથી આજે પરત ફરશે તેમના પત્ની

25 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના સભા, દિલ્હીથી આજે પરત ફરશે તેમના પત્ની

25 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે પ્રાર્થના સભા યોજાનાર છે

ભારતના લોકપ્રિય હાસ્ય કલાકારોમાં જેમનું નામ મોખરે લેવાતું એવા રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બર, બુધવારે નિધન થયું.

ભારતના લોકપ્રિય હાસ્ય કલાકારોમાં જેમનું નામ મોખરે લેવાતું એવા રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બર, બુધવારે નિધન થયું. તેમના મૃત્યુની પુષ્ટિ તેમના પરિવારજનોએ કરી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 10 ઓગસ્ટે તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ બુધવારે તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે રાજકીય નેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ચાહકો પણ તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેને 'લિજેન્ડ' કહીને યાદ કરી રહ્યાં છે. સ્વર્ગસ્થ કોમેડિયન ખૂબ જ લોકપ્રિય હતા. તેમના માટે 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે પ્રાર્થના સભા યોજાનાર છે.

માસ્ટર કોમેડિયનની પ્રાર્થના સભા મુંબઈમાં યોજવામાં આવશે અને સ્વાભાવિક રીતે કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને ટીવી નિર્માતાઓના વિશાળ મેદાની જોવા મળશે. રાજુ શ્રીવાસ્તવના પત્ની આવતીકાલે મોટાભાગે મુંબઈ જવા રવાના થશે. ઇસ્કોન જુહુ ખાતે રવિવારે (25 સપ્ટેમ્બર) પ્રાર્થના સભા યોજાશે.

Etimes અનુસાર, રાજુની પત્નીને લાગ્યું કે રાજુ મુંબઈમાં રહીને કામ કરતા હતા, તેથી મુંબઈમાં પ્રેયર મીટિંગ યોજવી યોગ્ય રહેશે. જેથી તેમના સાથીદારો અને શુભેચ્છકોને હાજર રહી શકે. પરિવારમાં આ વિશે લાંબી ચર્ચા થઈ હતી, કારણ કે તેની પત્ની માટે સફર કરવી સરળ નથી, પરંતુ તેઓ આખરે તે માટે માની ગયા. પરિવારે અત્યાર સુધી અવવાની યોજના ઘડી લીધી હશે. જોકે શ્રીવાસ્તવના પરિવાર દ્વારા આજ રાત સુધીમાં ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવશે.

રાજુ શ્રીવાસ્તવનું બુધવારે સવારે 10.30ની આસપાસ નિધન થયું હતું. તેમને બચાવવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે બધા નિરર્થક નીવડ્યા હતા. અભિનેતાએ 40 દિવસથી વધારે સમય સુધી હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કર્યો હતો, પરંતુ તેમની સ્થિતિમાં ખાસ સુધારો થયો ન હતો અને આખરે તેમનું 58 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. શ્રીવાસ્તવ પરિવાર માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે. AIIMS હોસ્પિટલમાં લાંબા સમય સુધી રહ્યાં બાદ રાજુના અંતિમ સંસ્કાર પણ દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં રાજુના ભાઈનું ઘર છે.

સ્વર્ગસ્થ રાજુ લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેણે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી સર્કસ અને કપિલ શર્મા શો જેવા અન્ય શોમાં ભાગ લીધો હતો.
First published:

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन