Home /News /entertainment /

Raju shrivastav: ગજોધર ભૈયાએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું, આવી હતી રાજુ શ્રીવાસ્તવની સફર

Raju shrivastav: ગજોધર ભૈયાએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું, આવી હતી રાજુ શ્રીવાસ્તવની સફર

Raju Srivastava: ગજોધર ભૈયાએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું, આવી હતી રાજુ શ્રીવાસ્તવની સફર

Raju Srivastava: લોકોને પેટ પકડીને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 41 દિવસ ICUમાં રહ્યા બાદ નિધન થયું છે. તેમની ઉંમર 58 વર્ષની હતી. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં જુ શ્રીવાસ્તવે ગજોધર ભૈયા તરીકે પરફોર્મ કરવાનું શરૂ કર્યું હતું.ગજોધર ભૈયાની રમુજી સ્ટોરી ચાહકોને ખૂબ ગમવા લાગી હતી.

વધુ જુઓ ...

  લોકોને પેટ પકડીને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 41 દિવસ ICUમાં રહ્યા બાદ નિધન થયું છે. તેમની ઉંમર 58 વર્ષની હતી. ગયા મહિને તેઓ જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા. ત્યારથી સારવારમાં હતા.


  તેમના કરોડો ચાહકો છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના સ્ટાર પરફોર્મર હતા. ત્યારબાદ રાજુ શ્રીવાસ્તવે 2017માં આ શોએ કમબેક કર્યું ત્યારે ગેસ્ટ અપિયરન્સ આપ્યું હતું. તેઓ છેલ્લે ટેલિવિઝનમાં ઇન્ડિયા લાફ્ટર ચેમ્પિયનમાં જોવા મળ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.


  આ પણ વાંચોઃ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, 40થી વધુ દિવસથી વેલન્ટિલેટર પર હતા  નાની ઉંમરથી જ મિમિક્રી સ્કિલ


  રાજુ શ્રીવાસ્તવ કાનપુરના મધ્યમવર્ગીય પરિવાર જનમ્યા હતા. તેમની મિમિક્રી સ્કિલ નાની ઉંમરમાં લોકોને ધ્યાનમાં આવી હતી. જૂના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ નાનપણમાં સ્ટેજ પર પરફોર્મ કરવા શાળાના કાર્યક્રમોની રાહ જોતા હતા. બાદમાં તેમણે કોમેડિયન બનવાની સફર શરૂ કરી હતી અને એ પછી તરત જ મુંબઈ આવી ગયા હતો. એક વાર અમિતાભ બચ્ચનની નકલ કરતી વખતે તેમની નોંધ લેવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ તેમને સ્ક્રીન પર બિગ બીની મિમિક્રી કરવાની ઓફરો મળવા લાગી હતી.
   ફિલ્મોમાં પણ કર્યું હતું કામ  તેમણે મૈંને પ્યાર કિયા, આમદાની અઠની ખાર્ચા રૂપૈયા, મૈં પ્રેમ કી દિવાની હૂં જેવી ફિલ્મોમાં નાના રોલ કર્યા હતા. બાદમાં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો હતો. ત્યાંથી તેની કારકિર્દીએ વેગ પકડ્યો હતો. દેશના પ્રથમ સ્ટેન્ડ-અપ શોના કારણે રાજુ શ્રીવાસ્તવ સાથે સુનિલ પાલ, નવીન પ્રભાકર અને ભગવંત માન સહિતના કલાકારો દેશને મળ્યા હતા.  ગજોધર ભૈયાએ રાજુ શ્રીવાસ્તવને આપી ખ્યાતિ


  આ શોમાં રાજુ શ્રીવાસ્તવે ગજોધર ભૈયા તરીકે પરફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. આ પાત્ર તેમના વતનના વાળંદથી પ્રેરિત હતું. તેમણે 2012માં ઝૂમ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમનામાં સ્ટોરી કહેવાની ખૂબ સારી પ્રતિભા હતી અને તેઓ રમુજી રીતે આવી સ્ટોરી શેર કરતા હતા. ગજોધર ભૈયાની રમુજી સ્ટોરી ચાહકોને ખૂબ ગમવા લાગી હતી.
  આ પાત્રમાં તેઓ બોલતી વખતે પોતાના હાથ માથા પાછળ રાખતા હતા, આ સ્ટાઇલની ચાહકો દ્વારા હજી પણ નકલ કરવામાં આવે છે. તેમના હાવભાવથી આ પાત્ર ખૂબ જ પ્રેમાળ બની ગયું હતું અને શ્રીવાસ્તવને નવી ઓળખ મળી હતી.


  આ શો બાદ તમામ સ્પર્ધકોની જિંદગી રાતોરાત બદલાઇ ગઇ હતી. તેમને પહેલા શો માટે 2000 રૂપિયા મળતા હતા, અને પછી એકાએક 2-5 લાખ રૂપિયા મળવા લાગ્યા હતા. તેમને વિદેશમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવતા હતા અને થોડા જ સમયમાં તેમણે મુંબઈમાં ઘર અને કાર ખરીદી હતી.


  રાજુ શ્રીવાસ્તવ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સેકન્ડ-રનર અપ થયા હતા. બાદમાં તેમણે સ્પિન-ઓફ, ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ - ચેમ્પિયન્સમાં પણ પરફોર્મ કર્યું હતું અને તેમને કોમેડીના કિંગનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.


  અહીં ઉલ્લેખનીય છે કે, તેમને 2008 માં પોતાને એક સોલો શો રાજુ હઝીર હો પણ મળ્યો હતો. જે ઇમેજિન ટીવી પર પ્રસારિત થતો હતો. તેઓ કોમેડી નાઇટ્સ વિથ કપિલ, ધ કપિલ શર્મા શો અને મઝાક મઝાક મેં જેવા શોનો પણ ભાગ રહી ચૂક્યો છે.


  આ પણ વાંચોઃ રાજુ શ્રીવાસ્તવને ટ્રેડમિલ પર દોડતા આવ્યો હતો હાર્ટ એટેક, જીમમાં કસરત કરતા પહેલા ખાસ રાખો આ સાવધાની  બિગ બોસ 3 અને નચ બલિયે 6માં પણ ભાગ લીધો


  તેમણે કોમેડી સિવાય બિગ બોસ 3 અને નચ બલિયે 6માં પણ ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ રિયાલિટી શોમાં રાજુ શ્રીવાસ્તવ પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ શોમાં કમાલ રશીદ ખાન ઉર્ફે KRK પર તેમનો પિત્તો ગયો હતો અને મારામારીની સ્થિતિ ઉભી થઈ હતી.


  નોંધનીય છે કે,ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના સ્ટાર પરફોર્મર હોવાને કારણે રાજુ શ્રીવાસ્તવે 2017માં શોમાં ગેસ્ટ અપિયરન્સ આપ્યું હતું. બીજી તરફ ટેલિવિઝન પર તેઓ છેલ્લે ઇન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં જોવા મળ્યા હતા.

  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Bollywood News in Gujarati, Raju srivastav

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन