Home /News /entertainment /

રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી ગંભીર, બ્રેન ડેડ અવસ્થામાં, પરિવારને હવે ભગવાન પર આશા

રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી ગંભીર, બ્રેન ડેડ અવસ્થામાં, પરિવારને હવે ભગવાન પર આશા

રાજુ શ્રીવાસ્તવની તબિયત ગંભીર.

લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી એકવાર ગંભીર થઈ છે. ડૉક્ટર્સના અનુસાર, તેમની હાલત ગંભીર છે. તેઓ દિલ્હીની એઇમ્સમાં એડમિટ છે. હકીકતમાં રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ અટેક આવ્યો હતો, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ફરીથી બગડી છે.

વધુ જુઓ ...
    લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી એકવાર ગંભીર થઈ છે. ડૉક્ટર્સના અનુસાર, તેમની હાલત ગંભીર છે. તેઓ દિલ્હીની એઇમ્સમાં એડમિટ છે. હકીકતમાં રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ અટેક આવ્યો હતો, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ફરીથી બગડી છે. બુધવાર, 17 ઓગસ્ટની મોડી રાતથી તબિયત બગડી હતી અને વારંવાર હુમલાઓ આવી રહ્યા છે. ડૉક્ટર્સે માથાનો સીટી સ્કેન કરાવ્યો હતો અને તેમાં મગજના એક હિસ્સામાં સોજો હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાઈ સીપી શ્રીવાસ્તવે કહ્યું હતું, 'મગજમાં પાણી ભરાઈ ગયું છે. ડૉક્ટર્સે સ્થિતિ ચિંતાજનક હોવાનું કહ્યું છે.' પરિવારના સભ્યો તથા અનેક સંબંધીઓ દિલ્હીની એઈમ્સમાં આવ્યા છે.

    ફરીથી તેમની તબિયત બગડી છે. જણાવવામાં આવી રહ્યું છે, અત્યારે તેમની હાલત ઘણી ગંભીર છે અને ડૉક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત ધ્યાન આપી રહી છે. રાજુ શ્રીવાસ્તવને જ્યારથી હાર્ટ અટેક આવ્યો છે ત્યારથી તેમને હોશ નથી આવ્યો.

    તાવ આવ્યો હતો

    રાજુ શ્રીવાસ્તવના મોટા ભાઈના જણાવ્યા અનુસાર, તાવને કારણે ડૉકટરોએ વેન્ટિલેટર ન હટાવવાનો નિર્ણય કર્યો છે. કોઈ પણ ઇન્ફેક્શન ન વધે તે માટે પરિવારજનોની સહમતીથી કોઈ વ્યક્તિને તેના બેડ સુધી જવાની મનાઈ ફરમાવી દીધી છે. પરિવારજનો ICUની બહાર એક ગ્લાસ વિન્ડોથી રાજુને જોઈ શકે છે.

    બ્રેનમાં ઈન્જરી

    રાજુ શ્રીવાસ્તને હોસ્પિટલમાં દાખલ થયે એક અઠવાડિયાથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેમણે હજી સુધી હોશ નથી આવ્યો. તેમના હાર્ટ એર પલ્સ લગભગ સામાન્ય કામ કરી રહ્યા હતા પરંતુ બ્રેનના એક ભાગમાં ઈન્જરીના નિશાન છે. આ મગજના એક ભાગમાં ઈન્જરી હોવાથી બ્રેન સુધી ઓક્સિજન પહોંચતું નથી. શુક્રવાર 13 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તનો MRI કરાવવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, માથાના સૌથી ઉપરના ભાગના બ્રેન પાર્ટમાં કેટલાક નિશાન જોવા મળ્યા છે. આ નિશાનને ડૉક્ટર ઈન્જરી જણાવી રહ્યા છે.

    MRIના રિપોર્ટ અનુસાર, ઈન્જરીના કારણે નહીં પરંતુ 10 તારીખે જીમમાં બેભાન થવાના કારણે લગભગ 25 મિનિટ સુધી ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જવાના કારણે થઈ છે. હકીકતમાં હાર્ટ અટેક આવવાથી રાજુના પલ્સ પણ લગભગ બંધ થઈ ગયા હતા જેના કારણે બ્રેનમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ ગયો હતો. જેના કારણે બ્રેનના આ ભાગને નુકસાન થયું છે.

    દેશભરમાંથી લોકો મળવા આવી રહ્યા છે

    મોટાભાઈએ વધુમાં કહ્યું હતું, 'રાજુના ચાહકો AIIMSમાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ચેપ ના લાગે, આથી જ પરિવારની સહમતિ પર ICUમાં તમામની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાહકો પરિવારને મળીને રાજુની તબિયત પૂછે છે.'
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन