Home /News /entertainment /

રાજુ શ્રીવાસ્તવની તબિયત વધુ લથડી, કોમેડિયનને એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે

રાજુ શ્રીવાસ્તવની તબિયત વધુ લથડી, કોમેડિયનને એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે

રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. દિલ્હી એઈમ્સના ICUમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રાજુના PRO ગર્વિત નારંગે કહ્યું, સાંજે ડૉક્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી છે, પરંતુ તેનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. 23 કલાકથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ હજી સુધી હોશ નથી આવ્યો.

વધુ જુઓ ...
    કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. દિલ્હી એઈમ્સના ICUમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રાજુના PRO ગર્વિત નારંગે કહ્યું, સાંજે ડૉક્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી છે, પરંતુ તેનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. 23 કલાકથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ હજી સુધી હોશ નથી આવ્યો. પલ્સ પણ 60-65ની વચ્ચે છે. રાજુના હાર્ટના એક મોટા ભાગમાં 100 ટકા બ્લોકેજ હતું.

    ટ્રેડમિલ પર રનિંગ કરતા સમયે ચેસ્ટ પેન થયું

    રાજુના નજીક મકબૂલ નિસારે જણાવ્યું કે, તે હોટેલના જીમમાં સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેડમિલ પર રનિંગ કરતા સમયે તેને ચેસ્ટમાં પેન થયું અને તે નીચે પડી ગયો. તેના પછી તેને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ પાર્ટીના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી ગયો હતો. રાજુએ 2014માં BJP જોઈન કર્યું હતું.



    મકબૂલ નિસારે વધુમાં જણાવ્યું કે, રાજુની હાલત સ્થિર છે. ટૂંક સમયમાં તેની હેલ્થ અપડેટ આપવામાં આવશે. ડૉક્ટરની ટીમે રાજુના અગાઉના મેડિકલ રિપોર્ટ્સ માગ્યા છે. જો કે રાજુ સતત ફિટ એન્ડ ફાઈન રહે છે. તે સતત જીમ કરતો રહે છે. તેના ઘણા શહેરોમાં શો લાઈનઅપમાં છે. 31 જુલાઈ સુધી તે સતત શો કરી રહ્યો હતો.

    ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન છે રાજુ

    રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડી માટે જાણીતો છે. તેને ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષોથી રાજુ પોતાની કોમેડીથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તે ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદનો ચેરમેન પણ છે. રાજુ બાળપણથી જ કોમેડિયન બનવા માગતો હતો અને તેને પોતાનું આ સપનું પૂરું પણ કર્યું. તેણે સ્ટેજ પરફોર્મર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन