Home /News /entertainment /TMKOC માં 'જેઠાલાલ'નો રોલ ફગાવવા પર બોલ્યો રાજપાલ યાદવ- 'હું દરેક કિરદારને...'

TMKOC માં 'જેઠાલાલ'નો રોલ ફગાવવા પર બોલ્યો રાજપાલ યાદવ- 'હું દરેક કિરદારને...'

રાજપાલ યાદવ

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં જેઠાલાલનો રોલ અંગે રાજપાલ યાદવ (Rajpal Yadav)એ કહ્યું કે, જેઠાલાલનાં કેરેક્ટરની ઓળખ એક સારા અદાકાર, એક સારા કલાકારનાં હાથે થઇ અને દરેક કિરદારને કોઇ કલાકારનો કિરદાર માનું છું

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની ફેમસ કોમોડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નો અહમ રોલ છે 'જેઠાલાલ'. આ રોલને દિલીપ જોશી (Dilip Joshi) બખૂબી અદા કરે છે. હળવી કોમેડીથી ભરપૂર આ કોમેડી શોને 13 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ રોલ માટે શોનાં મેકર્સે રાજપાલ યાદવને ઓફર કર્યો હતો. હાલમાં જ જ્યારે રાજપાલને પુછવામાં આવ્યું કે, આ રોલ છોડવાનું કંઇ દુખ છે તો તેણે તેને સંપૂર્ણ નકારી દીધુ છે.

    રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કનન સાથે વાત કરતાં રાજપાલ યાદવે જણાવ્યું કે, 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' છોડવાનો તેને જરાં પણ દુખ નથી. રાજપાલ યાદવ કહે છે કે, 'ના ના.. જેઠાલાલનાં કેરેક્ટરની ઓળખ એક સારા અદાકાર, એક સારા કલાકારનાં હાથે થઇ છે. અને હું દરેક કિરદારને કોઇ કલાકારનો કિરદાર માનું છું.'

    રાજપાલ યાદવ વધુમાં કહે છે કે, 'અમે લોકો એક મનોરંજનનાં માર્કેટમાં છીએ તો હું કોઇ કલાકારનાં કિરદારમાં પોતાને ફિટ નથી કરવાં માંગતો. તો મને એવું લાગે છે કે, જે પણ કિરદાર બને, જે રાજપાલ માટે બને. તેને કરવાનું સૌભાગ્ય મને મળે. કોઇ બીજા કલાકારનાં બનેલાં કિરદાર ક્યારેય અદા કરવાની તક મળી નથી. '

    રાજપાલ યાદવ તેની શાનદાર કોમેડી માટે જાણીતો છે. છુપ છુપ કે, મુજસે શાદી કરોગી, વક્ત - ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ, મેને પ્યાર ક્યો કિયા, ભૂલ ભુલૈયા, જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જલ્દી જ રાજપાલ યાદવ હંગામા 2 માં નજર આવશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેસ રાવલ, મીઝાન જાફરી અને પ્રણિતા સુભાષ પણ છે.

    આપને જણાવી દઇએ કે, 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માટે રાજપાલ યાદવ ઉપરાંત અલી અસગર, હપ્પૂ દરોગાનાં કિરદારથી પ્રખ્યાત યોગેશ ત્રિપાઠી ઉપરાંત 'ધ કપિલ શર્મા શો'નાં કિક્કૂ શારદા અને સ્ટેન્ડ અપ કોમેડિયન અહેસાન કુરૈશીને પણ ઓફર કરવામાં આવ્યો હતો. પણ સૌએ પોતાનાં અંગત કારણોસર 'જેઠાલાલ'નું પાત્ર ફગાવી દીધુ હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jethalal, Rajpal yadav, Tarak mehta ka ooltah chashmah, TMKOC

    विज्ञापन
    विज्ञापन