મુંબઈ : ટીવીના ફેમસ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (Taarak Mehta Ka Ooltah Chashmah) સૌથી મહત્વનું પાત્ર જેઠાલાલ છે. આ રોલને દિલીપ જોશી સારી (Dilip Joshi) રીતે ભજવી રહ્યા છે. હળવા અંદાજમાં મનોરંજનથી ભરપૂર આ કોમેડી શો ને 13 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. જેઠાલાલના રોલ માટે શો ના મેકર્સે રાજપાલ યાદવને ઓફર કરી હતી. હાલમાં જ જ્યારે રાજપાલ યાદવને આ વિશે પૂછવામાં આવ્યું કે આ રોલ છોડવાનું કોઇ દુખ છે તો તેમણે ના પાડી હતી.
રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કનન સાથે વાત કરતા રાજપાલ યાદવે કહ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું તેનું કોઇ દુખ નથી. જેઠાલાલના કેરેક્ટરની ઓળખ એક સારા અદાકાર, એક સારા કલાકારના હાથે થઇ અને હું દરેક પાત્રને કોઇ કલાકારનું પાત્ર માનું છું.
રાજપાલ યાદવે આગળ કહ્યું કે અમે લોકો એક મનોરંજનના માર્કેટમાં છીએ તો હું કોઇ કલાકારના પાત્રમાં પોતાને ફિટ કરતા માંગતો નથી. તો મને એવું લાગે છે કે જે પાત્ર, જે રાજપાલ માટે બન્યા, તેમને કરવાનું સૌભાગ્ય મળે પણ કોઇ બીજા કલાકાર દ્વારા રચેલા બસાવેલા પાત્રને ક્યારેક ભજવવાની તક ના મળે.
રાજપાલ યાદવ પોતાની શાનદાર કોમેડી માટે ઓળખાય છે. તે જલ્દી હંગામા-2માં જોવા મળશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, મીજાન જાફરી અને પ્રણિતા સુભાષ પણ છે.