Home /News /entertainment /ઐશ્વર્યાની ફિલ્મ પોન્નીયન સેલ્વનમાં અગાઉ રજનીકાંત અને કમલ હસન પણ હતા? ડાયરેક્ટરે ખોલ્યું સસ્પેન્સ

ઐશ્વર્યાની ફિલ્મ પોન્નીયન સેલ્વનમાં અગાઉ રજનીકાંત અને કમલ હસન પણ હતા? ડાયરેક્ટરે ખોલ્યું સસ્પેન્સ

Ponniyin Selvan

Ponniyin Selvan: ઐશ્વર્યા અને વિક્રમની નવી ફિલ્મ પોન્નીયન સેલ્વનમાં અગાઉ રજનીકાંત અને કમલ હસન પણ હતા એ પ્રશ્નનાં જવાબમાં ડાયરેક્ટર મણિરત્નમે કર્યો ખુલાસો.

  નવી દિલ્હી: બીગ બજેટ પિરિયડ ફિલ્મ પોન્નીયન સેલ્વનને લઈને ફિલ્મ રસિયાઓમાં ઉત્સુકતાનો અંત આવ્યો છે. આજે થયેલ ગ્લોબલ રિલીઝ બાદ ઘણા બધા લોકોએ ફિલ્મને વખાણી છે. ચારેતરફ ફિલ્મની ચર્ચા વચ્ચે એક એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતુ કે આ ફિલ્મમાં અગાઉ સાઉથ ફિલ્મોનાં દિગ્ગ્જ અભિનેતાઓ રજનીકાંત અને કમલ હસન પણ મહત્વનાં પાત્રો ભજવવાનાં હતા પરંતુ પાછળથી તેઓ ફિલ્મનો હિસ્સો બની શક્યા નહોતા.

  પોન્નીયન સેલ્વન ભારતનાં સૌથી મોટા સામ્રાજ્યોમાંથી એક એવા ચોલ સામ્રાજ્યની કહાની છે. તેઓ ભારતનાં ઇતિહાસના સૌથી મોટા રાજવંશોમાંથી કે હતા. આ ફિલ્મમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગ્જ કલાકારોએ કામ કર્યું છે. વિક્રમ જેવા સ્ટાર અભિનેતા અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીને લઈને બનાવવામાં આવેલી આ ફિલ્મ જાણીતા ફિલ્મમેકર મણિરત્નમે ડાયરેક્ટ કરી છે.

  News18 સાથે મણિરત્નમની ખાસ વાતચીત

  News18 સાથેનાં એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુમાં મણિરત્નમે ઘણા ભેદ ખોલ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મની સફર લાઈબ્રેરીથી શરૂ થઇ હતી જ્યાંથી તેમને આ બુક લીધી હતી. ત્યાર પછી તેમણે અનેક વખત બુક વાંચી હતી. કલ્કિએ આ નોવેલ અદભુત શૈલીથી લખી છે. તેમણે જણાવ્યું હતું કે આ કહાનીને મોટા પડદે જોવા માટે હું ભારે ઉત્સુક છું. પુસ્તક જો કે પાંચ પરિપેક્ષ્યમાં જોઈ શકાય છે પણ ફિલ્મ માટે આપણી પાસે બે સરસ રીતે લખાયેલી વાર્તા છે.

  આ પણ વાંચો: મણિરત્નમની ફિલ્મ સાથે આરાધ્યા બચ્ચનનું ખાસ કનેકશન, ઐશ્વર્યા રાયે કર્યા અનેક ખુલાસા

  દરેક પાત્રના પ્રેમમાં પડી જાઉ છુ: મણિરત્નમ

  વધુમાં તેમણે જણાવ્યું હતું કે જયારે જયારે હું પુસ્તક વાંચું છું ત્યારે દરેક પાત્રના પ્રેમમાં પડી જાઉ છુ. કલ્કિ દ્વારા આટલી સરસ રીતે થયેલું પાત્રાલેખન જ મને ફિલ્મ બનાવવા સુધી લઇ આવ્યું. મને ખુબ ઈચ્છા હતી કે આ પાત્રો મોટા પડદે આવે.

  હજારો વર્ષ જૂની કથા

  ડાયરેક્ટર મણિરત્નમે કહ્યું હતું કે આ કહાની અને ઘટના હજારો વર્ષ અગાઉ બની હતી. પણ કલ્કિએ તો તેને 70 વર્ષ પહેલા જ લખી છે અને છતાં દરેક ઘટનાઓ હાલનાં સમયમાં પણ પ્રસ્તુત લાગે છે. નવલકથામાં દર્શાવવામાં આવેલ રાજકારણ આજના સમયમાં પણ એટલું જ લાગુ પડે છે.

  રજનીકાંત અને કમલ હસન કેમ ન દેખાયા?

  રજનીકાંત અને કમલ હસનનું ફેન ફોલોઇંગ જોતા રજનીકાંત અને કમલ હસન પણ આ ફિલ્મનો હિસ્સો બને તેવી શક્યતા હતી. આ બંને દિગ્ગ્જ અભિનેતાઓ કલ્કિનું લખાણ પણ વખાણે છે. પરંતુ અમુક સંજોગોના કારણે તેઓ ફિલ્મમાં દેખાયા નહોતા.

  પુસ્તક અને ફિલ્મ બંનેમાં મહેનત લાગી

  મણિરત્નમે કહ્યું હતું કે પુસ્તક વાંચીને તમે ચોક્કસ કહી શકો છો કે આ પુસ્તક લખવા માટે કેટલી મહેનત કલ્કિએ કરી હશે. કોસ્ચ્યુમ્સ સેટની ભવ્યતા વગેરે બાબતોનું ફિલ્મમાં પણ ખાસ રિસર્ચ કર્યા બાદ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ માટે એક ખાસ ટિમ હતી જે તમામ બાબતો વિચારતી હતી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Bollywod, Films, Rajnikant

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन