Home /News /entertainment /

Trailer: સનેડો અને ઓઢણી ઓઢું.. ગુજ્જુ ગીત સાથે રિલીઝ થયું 'મેડ ઇન ચાઇના'

Trailer: સનેડો અને ઓઢણી ઓઢું.. ગુજ્જુ ગીત સાથે રિલીઝ થયું 'મેડ ઇન ચાઇના'

ગુજરાતી ડિરેક્ટર મીખીલ મુસળે હિન્દી ફિલ્મ 'મેડ ઇન ચાઇના' ડિરેક્ટ કરી છે આ ફિલ્મને દિનેશ વિજાને પ્રોડ્યુસ કરી છે.

ગુજરાતી ડિરેક્ટર મીખીલ મુસળે હિન્દી ફિલ્મ 'મેડ ઇન ચાઇના' ડિરેક્ટ કરી છે આ ફિલ્મને દિનેશ વિજાને પ્રોડ્યુસ કરી છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: રાજકુમાર રાવ અને મૌની રોય લીડ રોલમાં છે તે ફિલ્મ 'મેડ ઇન ચાઇના'નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ એક ગુજરાતી વેપારીનું પાત્ર ભજવી રહ્યો છે જે પોતે ટોપ પર પહોંચવા માંગે છે. અને મૌની તેની પત્નીનાં પાત્રમાં છે.

    આ ફિલ્મમાં પરેશ રાવલ, બોમન ઇરાની, ગજરાજ રાવ, સુમિત વ્યાસ અને અમાયરા દસ્તુર લિડ રોલમાં છે. આ હિન્દી ફિલ્મને ગુજરાતી ડિરેક્ટર મીખીલ મુસળે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. મીખીલે આ પહેલાં ગુજરાતી ફિલ્મ 'રોન્ગ સાઇડ રાજૂ' ડિરેક્ટ કરી હતી. જેને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને દિનેશ વિજાને પ્રોડ્યુસ કરી છે.



    આ ફિલ્મમાં રાજકુમાર રાવ એટલે કે રઘુ મહેતા મોટો બિઝનેસમેન બનવાનાં ચક્કરમાં ચાઇના પહોંચી જાય છે જ્યાં તેની મુલાકાત ચાઇનિસ વાયેગ્રા વેચનારા વ્યક્તિ સાથે થાય છે જે તેને ભારતીયોની સૌથી મોટી સમસ્યા સેક્સ અંગે જણાવે છે. જે બાદ રાજકુમાર આ ધંધાને ભારતમાં વિક્સાવવા માટે વિચારે છે અને તે સેક્સોલોજિસ્ટનું પાત્ર ભજવનારા બોમન ઇરાનીનો સંપર્ક સાથે છે. અને તેની સાથે મળતા જ રધુનો ધંધો જોર પકડે છે. પણ તે પછી આગળ શું થાય છે તે જોવા માટે ફિલ્મ જોવી પડશે.

    આ ફિલ્મ આ વર્ષે જ એટલે કે 2019માં જ દીવાળી સમયે રિલીઝ થઇ રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Paresh rawal, Rajkummar rao

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन