Rajkummar Rao: પત્રલેખાએ ઓઢણી પર લખાવ્યો હતો ખાસ મેસેજ, જાણો - શું છે આ મેસેજનો મતલબ

પત્રલેખાએ ઓઢણી પર લખાવ્યો હતો ખાસ મેસેજ

લગ્નમાં પત્રલેખા પોલે સુંદર સાડી પહેરી હતી. તેની સાથે તેણે તેના માથા પર લાલ ચૂંદડી પહેરી હતી. પત્રલેખાની ચૂંદડી ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવી હતી. જેમાં તેણે રાજકુમાર રાવ માટે એક મેસેજ લખ્યો હતો. આ મેસેજ બંગાળી ભાષામાં હતો

  • Share this:
બોલિવૂડ કલાકાર રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) ગત 15 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. લગ્નપ્રસંગે ખૂબ જ જાજરમાન રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ સાથે જ બંનેએ લગ્નમાં પહેરેલા કપડાંની પણ ઠેર ઠેર ચર્ચા થઈ હતી. ખાસ કરીને કન્યા એટલે કે, પત્રલેખાનો પોશાક ચર્ચાનું કારણ બન્યો હતો. લગ્નમાં પત્રલેખા પોલે સુંદર સાડી પહેરી હતી. તેની સાથે તેણે તેના માથા પર લાલ ચૂંદડી પહેરી હતી. પત્રલેખાની ચૂંદડી ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવી હતી. જેમાં તેણે રાજકુમાર રાવ માટે એક મેસેજ લખ્યો હતો. આ મેસેજ બંગાળી ભાષામાં હતો.

શું મેસેજ હતો દુપટ્ટામાં?

લગ્નમાં કપડાં અને ઘરેણાંથી લઈ અનેક જગ્યાએ બંગાળી સંસ્કૃતિને અસર જોવા મળતી હતી. રાજકુમાર રાવ અને પત્રલેખા પોલે તેમના લગ્નમાં ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેર્યા હતા. પત્રલેખાનો દુપટ્ટો માત્ર ચાહકો માટે જ નહીં, પરંતુ તેના પતિ રાજકુમાર રાવ માટે પણ ખૂબ જ ખાસ હતો. પત્રલેખાનો દુપટ્ટો ખાસ કસ્ટમાઇઝ્ડ હતો. જેમાં રાજકુમાર રાવ માટે બંગાળીમાં ખાસ સંદેશ લખવામાં આવ્યો હતો.




પત્રલેખાના દુપટ્ટામાં બંગાળી ભાષામાં લખ્યું હતું, 'અમર પોરાન ભૌરા ભલોભાશા, અમી તોમર શો મોર પોન કોરીલમ. તેનો ગુજરાતીમાં અર્થ થાય છે, હું મારા પ્રેમથી ભરપૂર હૃદય તમને સોંપું છું. આ અંગેની માહિતી સબ્યસાચીની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મળી છે.

પત્રલેખાના ચાહકોને તેનો આ ક્યૂટ નિર્ણય ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પત્રલેખાની ચૂંદડીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સબ્યસાચીના હાથથી બનાવેલા 22k દાગીના, અનકટ ડાયમન્ડ, મોતી અને નીલમણિના કારણે દંપતી એકદમ મોહક લાગતું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નની ચૂંદડીમાં 'સદા સૌભાગ્યવતી ભવ' લખેલું જોવા મળ્યું હતું.

આ પણ વાંચોરાજકુમાર રાવે લગ્નમાં પત્રલેખાને પહેરાવ્યું ખુબ જ મોંઘુ મંગળસૂત્ર, જેની કિંમતની થઈ ચારેબાજુ ચર્ચા

રાજકુમાર રાવ લગ્નમાં સિલ્કનો કુર્તો અને ચૂરીદાર પાયજામા પહેર્યો હતો. આ સાથે તેણે રો સિલ્કનું આઈવરી જેકેટ પણ પહેર્યું હતું. તેના જેકેટ પર ગોલ્ડ પ્લેટેડ બેંગાલ ટાઈગર બટન લગાવવામાં આવ્યા છે. તેણે આકર્ષક લૂક માટે સબ્યસાચી હેરિટેજ જ્વેલરીનો ઉપયોગ કર્યો હતો.
First published: