HBD Rajkummar Rao: એક્ટિંગ શીખવા માટે સાયકલ પર જતો રાજકુમાર, સફળતા મેળવવા કરી છે ખૂબ મહેનત
HBD Rajkummar Rao: એક્ટિંગ શીખવા માટે સાયકલ પર જતો રાજકુમાર, સફળતા મેળવવા કરી છે ખૂબ મહેનત
Photo- @RajkumarRao instagram
Happy BIrthday Rajkumar Rao રાગિની એમએમએસ, શૈતાન, કાઈ પો (Rajkumar Rao Movies) છે અને શાહિદ જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, ચાલો તેમના જન્મદિવસ (Rajkumar Rao Birthday) પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
અભિનેતા રાજકુમાર રાવ આજે બોલિવૂડમાં લોકપ્રિય ચહેરો બની ગયા છે. રાજકુમાર રાવે પોતાની મહેનતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું સ્થાન મેળવ્યું છે, જેની મોટા સ્ટાર્સ હજુ સપના જુએ છે. આજે રાજકુમાર રાવ (Rajkummar Rao Birthday) છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ, 1984ના રોજ ગુરુગ્રામ, હરિયાણા ખાતે થયો હતો. તેમણે રાગિની એમએમએસ, શૈતાન, કાઈ પો છે અને શાહિદ જેવી ફિલ્મોથી બોલીવુડમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે, ચાલો તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
એક્ટિંગ શીખવા ગુરુગ્રમથી સાયકલ ચલાવી દિલ્હી આવતા હતા એક્ટર
નાનપણથી જ રાજકુમાર રાવ (Rajkummar Rao) અભિનય તરફ રુચિ ધરાવતા હતા. રાજકુમાર રાવને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરાઈ ચુક્યા છે. રાજકુમાર રાવે ધોરણ 10માં જ અભિનય કરવાનું નક્કી કર્યું હતું. રાજકુમાર રાવ અભ્યાસ દરમિયાન થિયેટર પણ કરતા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને FTII પુણેની ક્વોલિફાઈ પરીક્ષા પણ પાસ કરી. કહેવાય છે કે રાજકુમાર તેમના કોલેજના દિવસોમાં દિલ્હીમાં નાટકમાં કામ કરવા માટે ગુરુગ્રામથી સાયકલ પર આવતા હતા. તે ક્ષિતિજ રેપર્ટરી અને શ્રી રામ સેન્ટર સાથે નાટક કરતા હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ (ARSD) કોલેજમાંથી સ્નાતક થયા હતા.
રાજકુમાર રાવ (Rajkumar Rao)ને સરળતાથી સફળતા નથી મળી. તેઓ ઘણા ઈન્ટરવ્યુમાં કહી ચુક્યા છે કે, તેમને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ખિસ્સામાં પૈસા પણ નહોતા. એક ઈન્ટરવ્યુમાં રાજકુમારે કહ્યું હતું કે હું મારા ભાગમાંથી સાત હજાર રૂપિયા આપતો હતો, જે મારા માટે ખૂબ વધારે હતા. દર મહિને 15-20 હજાર રૂપિયાની જરૂર હતી. એક વખત મારા ખાતામાં માત્ર 18 રૂપિયા હતા અને મારા મિત્ર પાસે 23 રૂપિયા હતા.
'શાહિદ' ફિલ્મ માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર
રાજકુમાર રાવની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'લવ, સેક્સ ઔર ધોકા'થી થઈ હતી, જેના માટે તેમણે જાહેરાત જોયા બાદ પોતાનું ઓડિશન આપ્યું હતું, જેમાં ફિલ્મના નિર્દેશક દિબાકર બેનર્જી તેમની ફિલ્મમાં કેટલાક નવા છોકરાઓને કાસ્ટ કરવા માંગતા હતા. ત્યાર બાદ તેમની ફિલ્મી કારકિર્દીનો ગ્રાફ દિવસે-દિવસે વધતો ગયો. જે બાદ ફિલ્મ 'શાહિદ'ને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો. જેને લઈને આ ફિલ્મ માટે રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર