Home /News /entertainment /VIDEO: 'ગાંધી-ગોડસે એક યુદ્ધ' ની ટક્કર 'પઠાણ' સાથે થશે, ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
VIDEO: 'ગાંધી-ગોડસે એક યુદ્ધ' ની ટક્કર 'પઠાણ' સાથે થશે, ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
'ગાંધી-ગોડસે એક યુદ્ધ' ની ટક્કર 'પઠાણ' સાથે થશે
બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ મેકર રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi) 9 વર્ષના બ્રેક બાદ ફિલ્મ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'થી (Gandhi Godse Ek yudh) નિર્દેશનથી પાછા ફરી રહ્યા છે. જણાવી દઈએ કે, ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ મેકર રાજકુમાર સંતોષી 9 વર્ષ બાદ ફિલ્મ 'ગાંધી-ગોડસે એક યુદ્ધ'થી કમબેક કરી રહ્યા છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે. થોડાક સેકન્ડ્સની ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે. જેમાં રિલીઝ ડેટ જણાવવામાં આવી છે.
26 જાન્યુઆરીએ રિલીઝ થશે
આ ફિલ્મનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગોડસે અને ગાંધી વચ્ચે સંવાદ સાંભળી શકાય છે. કેટલાક ફોટા પણ ત્યાં બતાવવામાં આવ્યા છે. ફિલ્મના ટાઈટલ અને તારીખ સિવાય કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. 'ગાંધી-ગોડસે એક યુદ્ધ'ના વીડિયોની વાત કરીએ તો, તેને સંતોષી પ્રોડક્શન્સ અને પીવીઆર પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.
રાજકુમાર સંતોષીની છેલ્લી ફિલ્મ 'ફટા ફોસ્ટર નિકાલ હીરો' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળ્યો હતો. હવે તે આ ફિલ્મથી ફરી ધમાલ મચાવશે. ફિલ્મના ટાઈટલ પરથી જાણી શકાય છે કે, આ ફિલ્મ ગાંધી અને નાથુરામ ગોડસે પર આધારિત છે.
ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આ બાદ 15 નવેમ્બર 1949ના રોજ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. બંને વચ્ચે મતભેદ હતો. ફિલ્મનો ફર્સ્ટ લૂક જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
રાજકુમાર સંતોષી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. વર્ષ 1990માં રાજકુમારે પોતાની પહેલી ફિલ્મ 'ઘાયલ' બનાવી હતી. આ ફિલ્મ તે જમાનાની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી તેણે 'બરસાત', 'દામિની', 'અંદાઝ અપના અપના', 'ચાઈના ગેટ', 'અજબ પ્રેમ કી ગઝબ કહાની', 'ફટા પોસ્ટર નિકલા હીરો' જેવી ફિલ્મો બનાવી અને ચાહકોના દિલ જીતી લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર