HDB Rajkumar Hirani: સમાજને ખાસ મેસેજ આપે છે PKથી લઈ 3 Idiots જેવી આ 5 ફિલ્મો

રાજકુમાર હિરાણીનો જન્મદિવસ

ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી (Rajkumar Hirani Birthday) આજે પોતાનો 59 મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. વર્ષ 2003થી તેમણે ડાયરેક્ટરનું કામ શરુ કર્યું છે. હિરાણીએ પોતાનું કરિઅર એડવર્ટાઈઝીંગથી શરૂ કર્યું હતું,

  • Share this:
    ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી (Rajkumar Hirani Birthday) આજે પોતાનો 59 મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. વર્ષ 2003થી તેમણે ડાયરેક્ટરનું કામ શરુ કર્યું છે. હિરાણીએ પોતાનું કરિઅર એડવર્ટાઈઝીંગથી શરૂ કર્યું હતું, ત્યારબાદ તેમણે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. તેમણે અત્યાર સુધીમાં બોલીવુડ (Bollywood)ને ખૂબ જ યાદગાર ફિલ્મો (Rajkumar Hirani Best Film)ની ભેટ આપી છે. રાજકુમાર હિરાણી સામાજિક વિષયોને ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે પોતાની ફિલ્મોમાં વણી લે છે અને દર્શકોની સામે રજૂ કરે છે.

    ફિલ્મોમાં હાસ્યને કેવી રીતે રજૂ કરવું તેની ઉત્કૃષ્ટ કલા રાજકુમાર હિરાણી પાસે છે. હિરાણીએ વર્ષ 2000 માં મિશન કાશ્મીરની સાથે ફિલ્મ એડિટર તરીકેનો પહેલો બ્રેક લીધો હતો. ત્યારબાદ રાજકુમાર હિરાણીએ 3 વર્ષ બાદ ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ ની સાથે ડાયરેક્શનની શરૂઆત કરી હતી. અહીંયા તેમના જન્મદિવસે તેમની સામાજિક વિષય પર આધારિત ફિલ્મોની વાત કરવામાં આવી રહી છે.

    રાજકુમાર હિરાણીએ પોતાની ફિલ્મોમાં સામાજિક માન્યતાઓ જેમ કે, ધાર્મિક માન્યતાઓ, ગોડમેન, ગુરુઓ, અંધવિશ્વાસ તથા અન્ય સંવેદનશીલ વિષયોને આવરી લીધા છે. આમિર ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ PK દર્શકોને પસંદ આવી હતી.

    મુન્નાભાઈ MBBS (Munna Bhai MBBS)

    કોમેડી ડ્રામા ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ માં સંજય દત્તે કામ કર્યું છે. આ ફિલ્મમાં મેસેજ આપવામાં આવ્યો છે કે, પ્રેમથી કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. ફિલ્મનો ફેવરિટ ડાયલોગ ‘જાદુ કી ઝપ્પી’ આજે પણ દર્શકો યાદ કરી રહ્યા છે.

    લગે રહો મુન્નાભાઈ (Lage Raho Munna Bhai)

    રાજુકુમાર હિરાણીની ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ માં સંજય દત્તે કામ કર્યું છે. આ ફિલ્મમાં મુન્નાભાઈ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છે. ફિલ્મમાં અહિંસાના મુદ્દાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

    3 ઈડિયટ્સ (3 Idiots)

    રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ માં ભારતીય શિક્ષણ પ્રણાલીની ખામીઓને દર્શકો સામે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા આમિર ખાન, આર.માધવન, શર્મન જોશી અને કરીના કપૂરે કામ કર્યું છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વમાં દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

    આ પણ વાંચોટાટા-અદાણી કરતા પણ વધુ આ સુંદરીઓનું સ્ટેટસ, પોતાની કમાણીથી ખરીદેલા વિમાનમાં કરે છે મુસાફરી

    સંજુ (Sanju)

    ફિલ્મ ‘સંજુ’ સંજય દત્તના વિવાદિત જીવન પર આધારિત છે. આ ફિલ્મના માધ્યમથી દર્શકોને યુવાઓની નશાની લત્ત અંગે જાણકારી આપવામાં આવી હતી. રણબીર કપૂરની એક્ટીંગ અને રાજકુમાર હિરાણીના ઉત્કૃષ્ટ ડાયરેક્શનથી આ ફિલ્મ ખૂબ જ ફેમસ થઈ હતી.
    Published by:kiran mehta
    First published: